News of Tuesday, 10th June 2025
દીકરી સમાન ગાયનું કર્યું સીમંતઃ ગર્ભાવસ્થાના ૭માં મહિને ભવ્ય કાર્યક્રમ
થારપારકર નસલની ગાયની કિંમત ૧૦ લાખ રૂપિયા

બેલગામઃ તા. ૧૦ કર્ણાટકના બેલગામ જિલ્લાના જક્કરટ્ટી ગામ આજકાલ ચર્ચામાં છે. અહીંના એક ખેડૂતે પોતાની ગાયના સન્માનમાં કંઈક એવું કર્યું કે લોકો આશ્ચર્યમાં પડી ગયા. દ્યરના આંગણામાં ભવ્ય શામિયાણો, રંગબેરંગી ફૂલોની સજાવટ, સગા-સંબંધીઓની ભીડ અને સ્વાદિષ્ટ વાનગીઓથી સજાવાયેલો કાર્યક્રમ, બધું જ કોઈ લગ્ન સમારંભની જેમ લાગતું હતું. પરંતુ આ લગ્ન કે જન્મદિવસનો કાર્યક્રમ ન હતો, આ એક ખાસ ગાયની પ્રતિષ્ઠા માટે યોજાયેલ આયોજન હતું.
સેવાનિવૃત્ત સૈનિક સૂર્યકાંત ગિડ્ડેએ પોતાની ગાયના ગર્ભાવસ્થાના ૭જ્રાક્ર મહિને એક વિશેષ કાર્યક્રમ યોજયો. આ પરંપરાગત વિધિ સામાન્ય રીતે દીકરીઓ માટે થાય છે, પરંતુ સૂર્યકાંતે પોતાની ગાયને શ્નઙ્ઘજીદ્ગક દીકરી' માનીને તેનો પણ આદર કર્યો. તેમના આ પગલાએ સમગ્ર ગામનું દિલ જીતી લીધું.
જે ગાય માટે આ કાર્યક્રમ યોજાયો હતો તે થારપારકર જાતની છે, જે ખૂબ જ દુર્લભ છે અને તેની કિંમત લગભગ ૧૦ લાખ રૂપિયા છે. થારપારકર ગાય મૂળ રૂપે સિંધ અને કચ્છ વિસ્તારની છે અને દક્ષિણ ભારતમાં ખૂબ ઓછી જોવા મળે છે. સૂર્યકાંતની ગાય દેશી ક્રોસ બ્રીડિંગ દ્વારા તૈયાર કરેલી છે અને છેલ્લા પાંચ વર્ષથી તેઓ તેની ખાસ સંભાળ રાખી રહ્યા છે.
સૂર્યકાંત ગિડ્ડેએ ૧૭ વર્ષ સૈન્યમાં સેવા આપી પછી ખેતીને પોતાનો વ્યવસાય બનાવ્યો. તેમની પાસે ૧૨ એકર જમીન છે, જેમાં તેઓ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને ખેતી અને ડેરીનું કામ કરે છે. તેમણે દેશી ગાયોની સાથે હરિયાણા, જાફરાબાદી અને મુર્રા જાતની ભેંસો પણ પાળી છે.
સૂર્યકાંતે સાત દેશી ગાયો પાળેલી છે. તેઓ દરરોજ ૫૦-૬૦ લિટર દૂધ અને દર મહિને ૨-૩ કિલો દેશી દ્યી વેચે છે. દૂધ તેઓ ડેરીને ન આપતા, પોતે જ ૭૦ રૂપિયા પ્રતિ લિટરના દરે દ્યર-દ્યર જઈને વેચે છે. તેમનું દેશી દ્યી ૪૦૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. આ તમામ ઉત્પાદનોમાંથી તેઓ દર મહિને લગભગ એક લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
