News of Tuesday, 10th June 2025
પ્રેમિકાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યોઃ સળગતી ચિતામાં કૂદવા પ્રયાસ
મહારાષ્ટ્રના નાગપુરમાં એક નશામાં ધૂત યુવકે તેની ૧૯ વર્ષની પ્રેમિકાની ચિતામાં કૂદવાનો પ્રયાસ કર્યો. લોકોએ તેને પકડી લીધો અને માર માર્યો

નાગપુરઃ તા૧૦, મહારાષ્ટ્રના નાગપુરમાં એક નશામાં ધૂત યુવકે તેની ૧૯ વર્ષની પ્રેમિકાની ચિતામાં કૂદવાનો પ્રયાસ કર્યો. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી. અધિકારીના જણાવ્યા અનુસાર યુવાનની પ્રેમિકાએ આત્મહત્યા કરી લીધી હતી. જયારે તેના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા ત્યારે તે યુવક પણ ત્યાં પહોંચ્યો અને સળગતી ચિતામાં કૂદવાનું શરૂ કર્યું. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તેને માર માર્યો.
ન્યૂ કંપાતી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ દ્યટના સાંજે ૪ વાગ્યે કાન્હાન નદીના કિનારે શાંતિ દ્યાટ પર બની હતી. જયાં નશામાં ધૂત ૨૭ વર્ષીય અનુરાગ રાજેન્દ્ર મેશ્રામ તેની પ્રેમિકાની સળગતી ચિતામાં કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, અંતિમ સંસ્કારમાં સામેલ લોકોએ તેને ચિતામાં પડતો અટકાવ્યો. આ પછી તેને માર મારવામાં આવ્યો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો.
એવું કહેવાય છે કે પ્રેમ સંબંધને કારણે ડિપ્રેશનમાં આવીને યુવતીએ આત્મહત્યા કરી હતી. મેશ્રામ પર થયેલા હુમલા અંગે આગળની કાર્યવાહી તે નિવેદન આપવા માટે તબીબી રીતે યોગ્ય થયા પછી કરવામાં આવશે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે જયારે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા, ત્યારે એક યુવક ત્યાં પહોંચ્યો અને આગમાં કૂદી પડવાનો પ્રયાસ કરવા લાગ્યો. જોકે, આ દરમિયાન હાજર લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, છતાં તેણે સાંભળ્યું નહીં. ત્યારબાદ લોકોએ તેને માર માર્યો. આ મારમાં તે ગંભીર રીતે ધાયલ થયો હતો.(૩૬-૬)
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
