News of Tuesday, 10th June 2025
દિલ્હીના દ્વારકા સેક્ટરમાં એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ :પિતા તેના 2 બાળકો સાથે નીચે કુદયા :ત્રણના મોત
તેમની પત્ની અને એક પુત્ર આ અકસ્માતમાં સુરક્ષિત રીતે બચી ગયા હતા.

નવી દિલ્હી :દિલ્હીના દ્વારકા સેક્ટરમાં એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. આગ ઇમારતના સાતમા માળે લાગી હતી, પરંતુ આગને કારણે પિતાએ તેમના 2 બાળકો સાથે ઘરમાંથી નીચે કૂદી પડ્યા હતા, જેના કારણે ત્રણેયના સારવાર દરમિયાન મોત થયા હતા. જોકે, તેમની પત્ની અને એક પુત્ર આ અકસ્માતમાં સુરક્ષિત રીતે બચી ગયા હતા.
સાતમા માળે લાગેલી આગને કારણે 2 બાળકો (એક છોકરો અને એક છોકરી, બંને 10 વર્ષ) પોતાને બચાવવા માટે બાલ્કનીમાંથી નીચે કૂદી પડ્યા હતા, તેમને તાત્કાલિક આકાશ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં તેમના પિતા યશ યાદવ (35 વર્ષ) પણ પોતાને બચાવવા માટે બાલ્કનીમાંથી નીચે કૂદી પડ્યા હતા, તેમને તાત્કાલિક IGI હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને પણ મૃત જાહેર કરવામાં આવ્યા હતા
યશ યાદવ ફ્લેક્સ બોર્ડના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જોકે, યશની પત્ની અને મોટો પુત્ર આગમાં બચી ગયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. તેમને તબીબી સહાય માટે IGI હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પરિવારને મદદ કરવા માટે આકાશ અને IGI હોસ્પિટલમાં બંને ટીમો તૈનાત કરવામાં આવી છે. આગને કારણે સોસાયટીને ખાલી કરાવવામાં આવી છે. ત્યાંના તમામ રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે. ઉપરાંત, સોસાયટીની વીજળી અને PNG ગેસ કનેક્શન જેવી તમામ સુવિધાઓ કાપી નાખવામાં આવી છે.
દિલ્હીના દ્વારકા જિલ્લામાં સવારે 10 વાગ્યાની આસપાસ એક ઇમારતમાં આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું હતું કે દ્વારકાના સેક્ટર-13માં આવેલા સબાદ એપાર્ટમેન્ટના સાતમા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. 8 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બે થી ત્રણ લોકો ફસાયા હોવાની આશંકા છે. આગ ઓલવવાનું કામ ચાલુ છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
