<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

આઈટી રિટર્ન ભરવા માટેના સાત ફોર્મ પૈકી હજુ બે જ પોર્ટલ પર આવ્‍યા

એપ્રિલ માસમાં આવતા ફોર્મના જૂનના બીજા સપ્તાહમાં પણ ઠેકાણા નથી

  મુંબઇ,તા.૧૦ : નાણાકીય વર્ષ શરૂ થયાના એકાદ મહિનામાં આઈટી રિટર્નના ફોર્મ પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવતા હોય છે. તેના કારણે કરદાતાઓ ફોર્મમાં જે વિગતો ભરવાની હોય તે એકત્ર કરીને ૩૧ જુલાઈ સુધી સુધીમાં રિટર્ન ભરી દેતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે જૂનના બીજા સપ્તાહમાં પણ આઇટી રિટર્ન ભરવા માટેના સાત ફોર્મ પૈકી બે જ ફોર્મ પોર્ટલ પર આવ્‍યા છે. બાકીના પાંચ ફોર્મના ઠેકાણા નહીં હોવાના કારણે આઇટી રિટર્ન ભરવાની મુદત લંબાવવાની નોબત ઊભી થઈ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

ઇન્‍કમટેક્‍સ રિટર્ન ભરવા માટે વિભાગ દ્વારા અલગ અલગ સાત ફોર્મ બહાર પાડતા હોય છે. તેમાં કરદાતાઓ દ્વારા ફોર્મમાં દર્શાવેલી વિગતો ભરવાની હોય છે. પરંતુ ઇન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા હજુ સુધી પોર્ટલ પર સાત પૈકી બે જ ફોર્મ રજૂ કર્યા હોવાના લીધે કરદાતાઓએ રિટર્ન ભરવા માટે પૂરતા ફોર્મ જ આવ્‍યા નથી. આ ઉપરાંત ટીડીએસની વિગતો પણ પોર્ટલ પર ૧૫ જૂન બાદ જ અપલોડ થતી હોવાના કારણે મોટાભાગના રિટર્ન ૧૫ જૂન પછી જ ભરવામાં આવતા હોય છે. જો તે પહેલા રિટર્ન ભરી દેવામાં આવે તો રિટર્નમાં ફરી સુધારા વધારા કરવાની કામગીરી કરવાની સ્‍થિતિ સર્જાતી હોય

છે. આ કારણોસર મોટાભાગના કરદાતા ફોર્મ સહિતની તમામ વિગતો પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્‍યા બાદ જ ભરતા હોય છે.

આ અંગે સીએ અતીત દિલીપ શાહે જણાવ્‍યું હતું કે ઇન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા હજુ સુધી સાત પૈકી બે જ ફોર્મ પોર્ટલ પર આપ્‍યા છે. જ્‍યારે બાકીના ફોર્મ પોર્ટલ પર આવ્‍યા બાદ જ કરદાતા દ્વારા રિટર્ન ભરવાની કામગીરી કરવામાં આવશે. જોકે કરદાતાને તકલીફ નહીં પડે તે માટે ઇન્‍કમટેક્‍સ વિભાગે પહેલેથી જ રિટર્ન ભરવાની મુદત ૩૦ સપ્‍ટેમ્‍બર કરી દીધી છે. તેના કારણે કરદાતાઓને રિટર્ન ભરવા માટે પૂરતો સમય મળી રહેવાનો છે. 

(3:35 PM IST)