<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

ઓસ્‍ટ્રેલિયામાં પંડિત ધીરેન્‍દ્ર શાસ્ત્રી બન્‍યા પાઇલટ, ઉડાવ્‍યું પ્‍લેન

 

સીડની, તા.૧૦: બાગેશ્વરધામના પંડિત ધીરેન્‍દ્ર શાષાી હનુમંતકથા માટે ઑસ્‍ટ્રેલિયા ગયા છે અને આ મુલાકાતમાં તેમણે બ્રિસબેનમાં વિમાન ઉડાવ્‍યું હતું. આ તસવીરો ઑનલાઇન વાઇરલ થઈ છે. કેટલીક તસવીરો તેમણે પોતે શૅર કરી છે જેમાં તેઓ પ્‍લેનની બહાર ઊભા રહીને ફોટો પડાવ્‍યો છે. વિડિયો-કૅપ્‍શનમાં લખવામાં આવ્‍યું છે ફ્‌લાઇંગ હાઈ ગુરુજી.

વિમાનમાં પંડિત ધીરેન્‍દ્ર શાષાી કો-પાઇલટની સીટમાં બેઠા છે. તેઓ એકદમ એક્‍સાઇટેડ નજરે પડે છે. તેમણે જણાવ્‍યું હતું કે નવી-નવી ચીજો શીખવાથી અને સમજવાથી પ્રેરણા મળે છે.

(4:03 PM IST)