News of Tuesday, 10th June 2025
'આ સુંદર તસવીર કોની છે ? : મોનાલિસાના મ્યુઝિક વીડિયોનો ફર્સ્ટ લુક રિલીઝ : જુઓ મજેદાર વિડિઓ
મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક્ટર ઉત્કર્ષ સિંઘ સાથે જોવા મળશે.

મુંબઈ : મહાકુંભને કારણે મોનાલિસાની કિસ્મત બદલાઈ ગઈ. તે રાતોરાત ફેમસ થઈ ગઈ. ત્યારબાદ ફિલ્મ ડાયરેક્ટર સનોજ મિશ્રાએ તેને ફિલ્મમાં હિરોઈનની ઓફર આપી અને ત્યારથી તે સતત લાઈમલાઈટમાં જોવા મળી રહી છે. હવે ટુંક સમયમાં તે મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે.
મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક્ટર ઉત્કર્ષ સિંઘ સાથે જોવા મળશે. હાલ મ્યુઝિક વીડિયોનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દીવાલ પર મોનાલિસાની તસવીર જોવા મળી રહી છે.
ઉત્કર્ષ સિંઘ પુછતો જોવા મળે છે કે આ સુંદર તસવીર કોની છે. સામે શખ્સ જવાબ આપે છે કે આ માલિકની દીકરી છે. મોનાલિસાના ચાહકો તેના મ્યુઝિક વીડિયોની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. ટુંક સમયમાં જ મોનાલિસોનો પહેલો મ્યુઝિક વીડિયો રિલીઝ થઈ શકે છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
