News of Tuesday, 10th June 2025
જાપાનમાં સોશિયલ મીડિયાની ઘેલછા! યુવતીએ ચાલુ રસ્તા પર પેટ્રોલ છાંટી આગ લગાવી : પછી આગના ગોળામાં નાચવા લાગી! : જુઓ વિડીયો
લાઇક્સ અને કમેન્ટ્સ માટે જીવતા બોમ્બ બનવાનો નવો ટ્રેન્ડ : ખુલ્લા રસ્તા પર વાહનોની અવરજવર વચ્ચે 'રીલ' બનાવવાના ચક્કરમાં ભયાવહ કૃત્ય : લાખો લોકોએ જોયો વીડિયો

ટોક્યો : સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ઘેલછા લોકોના મગજ પર એટલી હદે હાવી થઈ ગઈ છે કે તેઓ કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. થોડાક લાઇક્સ અને કમેન્ટ્સ માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા પણ ખચકાતા નથી. એટલું જ નહીં, તેઓ માત્ર પોતાની જ નહીં, પરંતુ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકવાથી ચૂકતા નથી. વાયરલ થવાના આ જ ઘેલછાનો એક અત્યંત ભયાવહ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જાપાનમાં વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી ભરચક રસ્તા પર ફરી રહી છે, તેની આસપાસ વાહનોની અવરજવર ચાલુ છે. આ બધા વચ્ચે યુવતી કંઈક એવું કરે છે જેને જોઈને દરેક વ્યક્તિ ચોંકી ઉઠે છે. યુવતી રસ્તા પર પેટ્રોલ છાંટીને એક વર્તુળ બનાવે છે અને જોતજોતામાં તે વર્તુળમાં આગ લગાડી દે છે. ચોંકાવનારી વાત એ છે કે, યુવતી રસ્તાની બરાબર વચ્ચે આગના ગોળાની અંદર ડાન્સ કરવા લાગે છે! આવું કરતી વખતે ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિ તેને રોકતું નથી કે ટોકતું નથી.
રીલના ચક્કરમાં ખુલ્લા રસ્તા પર આગ સાથે ખેલ
સોશિયલ મીડિયા પર વાયરલ થવાની આ ઘેલછામાં યુવતી ખુલ્લા રસ્તા પર આગના ગોળામાં નાચી રહી છે. તેની આસપાસ વાહનોનું મોટું ટોળું જમા થઈ રહ્યું છે. લોકો પોતાની ગાડીઓમાંથી નીકળીને અવરજવર કરી રહ્યા છે, પરંતુ યુવતી કોઈની પરવા કર્યા વિના સતત રસ્તા પર આગના ગોળાની વચ્ચે ડાન્સ કરતી રહે છે અને રીલ બનાવતી રહે છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો ત્યારે યુઝર્સના અલગ-અલગ રિએક્શન્સ જોવા મળ્યા.
વાયરલ વીડિયો પર યુઝર્સની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક યુઝરે આને યુવતીનું પાગલપણ ગણાવ્યું, તો બીજાએ યુવતીની હિંમતને દાદ આપી. આ વાયરલ વીડિયો @twisokhou નામના 'X' (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને સમાચાર લખાયા ત્યાં સુધીમાં ૨.૫ કરોડ (૨૫ મિલિયન) થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જાપાનમાં સોશિયલ મીડિયા પર ખતરનાક સ્ટંટ કરીને વાયરલ થવાનો આ ટ્રેન્ડ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.
https://x.com/twisokhou/status/1931679795927982491
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
