<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

શું સ્ટારવાળી નોટ નકલી હોય છે? :રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કર્યો મોટો ખુલાસો

જો કોઈ નોટના સીરિયલ નંબરમાં સ્ટાર બનેલો છે, તો તેનો અર્થ છે કે, તે નોટ એક રિપ્લેસમેન્ટ નોટ છે

નવી દિલ્હીઃ શું સ્ટારવાળી નોટ નકલી હોય છે? મોટાભાગની ભારતીય ચલણી નોટો પર સ્ટાર હોતો નથી. ઘણીવાર જ્યારે લોકોના હાથમાં સ્ટાર બનેલી નોટ આવી જોય છે, તો તેઓ ચિંતામાં પડી જાય છે કે, શું નોટ અસલી છે કે નકલી? જો તમે ક્યારેય તમારા પર્સમાં રાખેલી નોટને ધ્યાનથી જોઈ હશે, તો કેટલીક નોટોના સીરિયલ નંબરની વચ્ચે એક નાનો સ્ટાર (*) બનેલો હોય છે. ઘણા લોકો વિચારે છે કે, આવી નોટ નકલી હોઈ શકે છે અથવા પછી તેની કોઈ ખાસ કિંમત હોય છે. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના વિશે સ્પષ્ટ જાણકારી આપી દીધી છે. 

   RBIના પ્રમાણે, જો કોઈ નોટના સીરિયલ નંબરમાં સ્ટાર બનેલો છે, તો તેનો અર્થ છે કે, તે નોટ એક રિપ્લેસમેન્ટ નોટ છે. એટલે કે, નોટના છાપકામ દરમિયાન કોઈ નોટમાં ભૂલ થઈ જાય છે, તો તેને હટાવીને તેની જગ્યાએ એક નવી નોટ છાપવામાં આવે છે. આ નવી નોટના સીરિયલ નંબરમાં સ્ટાર લગાવવામાં આવે છે, જેથી ઓળખી શકાય કે તે બદલવામાં આવેલી નોટ છે.  

    આવી નોટો જોઈને ગભરાવાની કોઈ જ જરૂર નથી. RBIએ સ્પષ્ટ કહ્યું છે કે, સ્ટારવાળી નોટ પૂરી રીતે વેલિડ છે. તમે તેનો ઉપયોગ એવી જ રીતે કરી શકો છો, જે રીતે અન્ય નોટોનો કરો છો. આ નોચો નકલી નથી હોતી અને તેનુ વેલ્યૂમાં કોઈ જ અંતર નથી હોતું.

    સ્ટાર વાળી નોટો સૌપ્રથમ 2006માં RBI દ્વારા બહાર પાડવામાં આવી હતી. જ્યારે 100 સીરીયલ નંબરની નોટોના બંડલમાં રહેલી નોટ ખામીયુક્ત નીકળે છે, ત્યારે તેને સ્ટાર વાળી નોટથી બદલવામાં આવે છે. આ નોટોમાં ફક્ત સ્ટાર જ અલગ હોય છે, બાકીનું બધું સામાન્ય નોટો જેવું જ હોય છે.

   આવી નોટોની સંખ્યા બહુ જ ઓછી હોય છે. દર 1,000 નોટોમાંથી લગભગ 100 નોટોમાં જ સ્ટાર હોઈ શકે છે. તેનો અર્થ છે કે, આ સિસ્ટમ માત્ર ખાસ મામલે જ ઉપયોગ થાય છે. 

    ના, સ્ટારવાળી નોટની માર્કેટ વેલ્યૂ સામાન્ય નોટ જેટલી જ છે. તે માત્ર એક તકનીકી પ્રક્રિયા છે, જેથી ખરાબ નોટોને હટાવીને તેમની જગ્યાએ સારી નોટો આપી શકાય. જો હવેથી તમારા હાથમાં કોઈ એવી નોટ આવે કે, જેમાં સીરિયલ નંબરની વચ્ચે સ્ટાર હોય તો, ચિંતા ન કરશો. ન તો આ નોટ નકલી છે અને ન તો કોઈ ખાસ છે. આ બસ એક રિપ્લેસમેન્ટ નોટ છે, જેને RBI એક ખરાબ નોટની જગ્યાએ બહાર પાડે છે. આવી નોટ પૂરી રીતે માન્ય છે.

(8:22 PM IST)