News of Wednesday, 11th June 2025
ગૌરવ વલ્લભને પીએમ મોદીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય નિયુક્ત :સત્તાવાર મંજૂરીની મહોર
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રો. ગૌરવ વલ્લભને વડા પ્રધાન આર્થિક સલાહકાર પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કરાયા

નવી દિલ્હી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રો. ગૌરવ વલ્લભને વડા પ્રધાન મોદીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.
આ નામાંકન સાથે, પીએમ મોદીની આર્થિક સલાહકાર પરિષદ ટીમમાં તેમના જોડાવાની અટકળોને સત્તાવાર રીતે પુષ્ટિ મળી છે.
આ પરિષદ પ્રધાનમંત્રીને આર્થિક અને સંબંધિત મુદ્દાઓ પર સલાહ આપતી સર્વોચ્ચ સંસ્થા છે. પ્રો. ગૌરવ વલ્લભને અર્થશાસ્ત્રી તરીકે આર્થિક સલાહકાર પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
