News of Wednesday, 11th June 2025
પંજાબ-હરિયાણામાં તીવ્ર ગરમીનું મોજું : ભટીંડામાં ૪૭.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન
હરિયાણાના સિરસામાં પારો ૪૬.૨ ડિગ્રી, જ્યારે રોહતકમાં ૪૬.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન

નવી દિલ્હી : ગરમીને કારણે પંજાબ અને હરિયાણાની હાલત પણ ખરાબ છે. મંગળવારે ભટિંડામાં ૪૭.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે બંને રાજ્યોમાં સૌથી વધુ હતું. હરિયાણાના સિરસામાં પારો ૪૬.૨ ડિગ્રી નોંધાયો હતો, જ્યારે રોહતકમાં ૪૬.૧ ડિગ્રી સેલ્સિયસ હતો.
ચંદીગઢમાં પણ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન ૪૩.૯ ડિગ્રી નોંધાયું હતું. નારનૌલ, હિસાર, અંબાલા, કરનાલ અને ભિવાની જેવા વિસ્તારોમાં પણ ૪૪ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.
પંજાબના અમૃતસર, લુધિયાણા અને પટિયાલામાં ગરમીનો પ્રકોપ ચાલુ છે. તાપમાન 44 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. ફિરોઝપુર, પઠાણકોટ, ફરીદકોટ અને ગુરદાસપુર જેવા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
