<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th June 2025

ડો. હિમાંશુ ઠક્કર લિખીત પ્રેરણાદાઇ પુસ્‍તક ‘‘ઇકોઝ ઓફ કમ્‍પેશન અ ડોક્‍ટર્સ જર્ની ઇન ઇએનટી''નું વિમોચન

જનજાગૃતિ અને સેવાનો અનોખો સમન્‍વય ‘‘Echoes of Compassion A DoctorÓs Journey in ENT''પુસ્‍તક સંપૂર્ણપણે થેલેસેમિયા ગ્રસ્‍ત બાળકો અને ગૌસેવા માટે સમર્પિત : પરમ પૂજય શ્રી રઘુરામ બાપા (વિરપુર), પૂ. સ્‍વામી પરમાત્‍માનંદ સરસ્‍વતીજી, પરસોત્તમભાઇ રૂપાલા, રામભાઈ મોકરીયા, ડો. દર્ર્શિતાબેન શાહ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્‍થિતી : પ્રિવેન્‍શન ઇસ બેટર ધેન કયોરના મંત્રને સાર્થક કરવા કઈ રીતે રોગોથી બચી શકાય તે માહિતીથી સભર પુસ્‍તક : પુસ્‍તકમાં આપેલ ખાસ QR કોડ દ્વારા વાચક આરોગ્‍ય વિષયક વિડિયો પણ જોઈ શકશે

 

 

રાજકોટઃ પુસ્‍તક એ આપણા જીવનના હૃદયરૂપી બારણા ઉપર મારવામાં આવતી દસ્‍તક કહી શકાય, જેને સંભળાય એ ખોલે અને વાંચે. વાંચીને વિવેકપૂર્વક જીવનમાં ઉતારે તો જીવન નામનું પુસ્‍તક પણ સાર્થક થઈ જાય કારણ કે દરેક સારા પુસ્‍તકમાં પરિવર્તન લાવવાની શક્‍તિ હોય છે. રાજકોટના ખુબજ જાણીતા તબીબ ઇએનટી સર્જન ડો. હિમાંશુ ઠક્કર પોતાના અનુભવોના નિચોડ રૂપી પુસ્‍તક લખ્‍યું છે. જે તબીબી ક્ષેત્રમાં તેમની હૃદયસ્‍પર્શી સફરને શેર કરે છે જે કરુણા અને સમર્પણથી ભરેલી છે. તા. ૮ ને રવિવારે ડો. હિમાંશુ ઠક્કર લિખીત અને તેમના જીવનના બે દાયકાના અનુભવો અને કરૂણાભર્યા કાર્યોની સફરને દર્શાવનારું પ્રેરણાદાઇ પુસ્‍તક ‘‘ઇકોઝ ઓફ કમ્‍પેશન અ ડોક્‍ટર્સ જર્ની ઇન ઇએનટી'' (Echoes of Compassion A DoctorÓs Journey in ENT) નું વિમોચન પરમ પૂજય શ્રી રઘુરામ બાપાના વરદ હસ્‍તે ફોર્ચ્‍યુન હોટલ રાજકોટ ખાતે કરાયું હતું.

આ પુસ્‍તક ડો. હિમાંશુ ઠક્કરના તબીબી ક્ષેત્રમાં બે દાયકાથી પણ વધારે સમયના બહોળા અનુભવો અને કરૂણાભર્યા કાર્યોની સફર છે. જેમાં ખાસ આરોગ્‍યલક્ષી, જનજાગળતિ માટે અને કાન, નાક,ગળાના રોગો, તકેદારી અને સારવાર વિષયક લેખોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. જેમાં મુખ્‍યત્‍વે યુવાનોમાં નાની ઉમરે આવતી બહેરાશ, મોબાઈલનો અતિરેક, વધુ  પાડતા મોટા આવાજ, મ્‍યૂઝિક અને તેની શ્રવણ શક્‍તિ ઉપર થતી આડઅસર, વ્‍યસન અને તેને લીધે થતાં મો, ગળાના કેન્‍સર અને વ્‍યસન મુક્‍તિ વિશે જાગળતતા, નાક - સાઇનસ  અને  એલર્જી, નાકસૂર, અવાજની સમસ્‍યા, કાન - નાક, ગળાની ઋતુગત બીમારીઓ વિગેરે માટે પ્રિવેન્‍શન ઇસ બેટર ધેન કયોરના મંત્રને સાર્થક કરવા કઈ રીતે રોગોથી બચી શકાય તે માહિતી આ પુસ્‍તકમાં આપવામાં આવી છે.

આ પુસ્‍તકના માધ્‍યમથી પુસ્‍તકમાં આપેલ ખાસ QR કોડ દ્વારા વાચક આરોગ્‍ય વિષયક વિડિયો પણ જોઈ શકશે. આ ઉપરાંત ડો. ઠક્કરના મેડિકલ ક્ષેત્રમાં ભારતીય તથા આંતરરાષ્‍ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયેલા લેખો, પુરસ્‍કારો અને એવોર્ડ્‍સ તેમજ જટિલ ઓપરેશનની શ્રેણી તથા  મહાનુભાવોના આશીર્વાદ તથા પ્રસંસા પત્રોનો પણ સમાવેશ આ પુસ્‍તકમાં કરવામાં આવ્‍યો છે. પુસ્‍તકનો મુખ્‍ય ઉદ્દેશ આરોગ્‍ય વિષયક જનજાગળતિ ફેલાવવાનો છે. આ પુસ્‍તક સંપૂર્ણપણે થેલેસેમિયા ગ્રસ્‍ત બાળકો અને ગૌસેવા માટે સમર્પિત છે.

ડો. હિમાંશુ ઠક્કરના ‘‘ઇકોઝ ઓફ કમ્‍પેશન અ ડોક્‍ટર્સ જર્ની ઇન ઇએનટી'' પુસ્‍તકનું વિમોચન પરમ પૂજય શ્રી રઘુરામ બાપા (વિરપુર) ના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું જ્‍યારે આર્ષ વિદ્યા મંદિરના પરમ પૂજય સ્‍વામી શ્રી પરમાત્‍માનંદ સરસ્‍વતીજીએ આશીર્વચન આપ્‍યા હતા. કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને શ્રી પરસોત્તમભાઇ રૂપાલા (લોકસભા સંસદ સભ્‍ય) અતિથિ વિશેષ તરીકે શ્રી રામભાઈ મોકરીયા (રાજ્‍યસભા સંસદ સભ્‍ય), ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્‍ય), શ્રી મનિષભાઈ માદેકા (રોલેક્‍સ રિંગ્‍સ), શ્રી પંકજભાઈ વરાસડા (ઓર્બિટ બેરિંગ્‍સ), ડો. અમિત હપાણી (પૂર્વ ઉપપ્રમુખ IMA ગુજરાત), ડો. નીતાબેન ઠકકર, ડો. જનકભાઈ ઠકકર, શ્રી હિરેનભાઈ સોઢા (ITC ગ્રુપ ઓફ હોટેલ્‍સ), શ્રી મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્‍સ), ડો. અતુલ પંડયા (પૂર્વ પ્રમુખ IMA ગુજરાત), ડો. ભરત કાકડીયા (તત્‍કાલીન પૂર્વપ્રમુખ IMA ગુજરાત), ડો. જયેશ ડોબરિયા, (પ્રમુખ IMA રાજકોટ) તે  ઉપરાંત અનેક સામાજિક અગ્રણીઓ, ડોક્‍ટરો, પ્રખર ભાગવત કથાકાર શ્રી કનૈયાલાલ ભટ્ટ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં દિપ પ્રાગટય અને પ્રાર્થના બાદ સામાજિક અગ્રણી શ્રી મહેશ નગદિયા સ્‍વાગત પ્રવચન કર્યું હતું. ડો હિમાંશુ ઠક્કરે પુસ્‍તક વિશે માહિતી આપી હતી. મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરાયા બાદ પરમ પૂજ્‍ય રઘુરામબાપા, પરમ પૂજ્‍ય શ્રી પરમાત્‍માનંદ સ્‍વામીજી અને શ્રી રૂપાલા શાલ ઓઢાડી સન્‍માન કરાયું હતું. પરમાત્‍માનંદ સ્‍વામીજી એ આશીર્વચન પાઠવ્‍યા હતા અને ડો હિમાંશુ ઠક્કરના કાર્યને પ્રેરણા રૂપ ગણાવ્‍યું હતું. કાર્યક્રમના અંતે ડો. કળપા ઠક્કરે સહુનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

વધુ વિગત માટેઃ ડો. ઠક્કર હોસ્‍પિટલ, ૨૦૨, લાઈફ લાઇન બિલ્‍ડિંગ, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ - મોઃ૯૧૦૬૧ ૧૯૦૩૮.(૩૮.૧૮)

(9:46 AM IST)