<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

મહારાષ્ટ્રમાં હત્યાકાંડ: પત્નીએ લગ્નના 15 દિવસમાં જ કૂહાડીના આડેધડ ઘા ઝીંકી પતિને રહેંસી નાંખ્યો

મોડી રાતે કોઈ બાબતે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલી રાધિકા કૂહાડી લઈને પતિ અનિલ લોખંડે પર તૂટી પડી

મેઘાલયમાં થયેલા રાજા રઘુવંશી હત્યાકાંડની સ્યાહી હજુ સૂકાઈ પણ નથી, ત્યાં મહારાષ્ટ્રના સાંગલીમાં આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીએ લગ્નના 15 દિવસ બાદ જ કૂહાડીના ઘા ઝીંકીને પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સાંગલી જિલ્લાના કુપવાડ તાલુકામાં રહેતી 27 વર્ષીય યુવતીએ ગઈકાલે રાતે સાડા 12 વાગ્યાની આસપાસ પોતાના પતિ અનિલ લોખંડે (53)ની કૂહાડીના આડેધડ ફટકા મારીને હત્યા કરી છે. આ મામલે પોલીસે પત્નીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અનિલ લોખંડેની પહેલી પત્નીનું કેન્સરના કારણે મોત નિપજ્યું હતુ. જે બાદ આજથી 15 દિવસ પહેલા જ અનિલે સતારા જિલ્લાની રાધિકા ઈંગલે સાથે બીજા લગ્ન કર્યાં હતા. લગ્નના બીજા દિવસથી જ પતિ-પત્ની વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી.

ગઈકાલે પણ મોડી રાતે કોઈ બાબતે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલી રાધિકા કૂહાડી લઈને પતિ અનિલ લોખંડે પર તૂટી પડી હતી. હાલ તો પોલીસે અનિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ આદરી છે.

(12:23 AM IST)