<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

પરિવારજનોને મારવા પત્‍નીએ ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી

સોનમ જેવું ષડયંત્રઃ પ્રેમ સંબંધ છૂપાવવા પરિવારને ઊંઘની ગોળી ખવડાવી

 

 

બેલૂર તા.૧૨: સમગ્ર દેશમાં હાલ સોનમની ચર્ચા છે. પ્રેમી સાથે મળીને પોતાના પતિને મોતને ઘાટ ઉતારનારી આ મહિલાને દેશવાસીઓ ધીક્કારની નજરે જોઈ રહ્યા છે. ત્‍યારે કર્ણાટકથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. બે બાળકોની માતાએ લગ્નેત્તર સંબંધને છૂપાવવા માટે સમગ્ર પરિવારને મોતની નિંદ્રામાં સૂવડાવી દેવાનું કાવતરૂં ઘડી કાઢયું હતું.

કર્ણાટકના હસન જિલ્લાની વાત છે. ચૈત્રા નામની મહિલાના બેલૂર તાલુકાના ગજેન્‍દ્ર સાથે લગ્ન થયા હતા. તેમના લગ્નને ૧૧ વર્ષ જેટલો સમય વિતી ચૂકયો હતો. આ દરમિયાન તેમના ઘરે બે બાળકો પણ જન્‍મ્‍યા હતા. જોકે છેલ્લા ત્રણ વર્ષોથી ચૈત્રા અને ગજેન્‍દ્રના સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થઈ હતી. બંને વચ્‍ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ સમય દરમિયાન ચૈત્રાને પુનિત નામના એક વ્‍યક્‍તિ સાથે -ેમ થયો હતો. ગજેન્‍દ્રને પણ તેના વિશે ખબર પડી હતી. જેથી તેણે ચૈત્રાના પરિવારજનોને આ અંગે વાત કરી હતી. જેથી મામલો થાળે પડ્‍યો હતો.

થોડા સમય બાદ ચૈત્રાએ બેલૂરના રહેવાસી શિવૂ સાથે પ્રેમ સંબંધની શરૂઆત કરી હતી. ચૈત્રાને આશંકા હતી કે તેના આ સંબંધની પણ પતિ ગજેન્‍દ્રને ખબર પડી જશે. તેથી ચૈત્રાએ શિવૂ સાથે મળીને ગજેન્‍દ્રના પરિવારને ઝેર આપીને મારી નાખવાની યોજના બનાવી હતી.

યોજના પ્રમાણએ ચૈત્રા પોતાના પતિ અને તેના પરિવારજનોને ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવીને આપતી હતી. ગજેન્‍દ્રને આ અંગે શંકા જતા તેણે બેલૂર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બેલૂર પોલીસે ચૈત્રાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. લગ્નેત્તર સંબંધની આવી ઘટનાઓ આજકાલ લોકોને સાવધાન કરી રહી છે(૩૮.૮)

(9:47 AM IST)