News of Thursday, 12th June 2025
IIT ખડગપુરના વિદ્યાર્થીઓનો ડંકોઃ ૯ જણાંને વાર્ષિક રૂ. ૧ કરોડથી વધુની જોબ ઓફર
સૌથી વધુ રૂ. ૨.૧૪ કરોડનું વાર્ષિક પેકેજઃ ત્રણ દિવસમાં ૧૮૦૦થી વધુ નોકરીની ઓફર

કોલકાતા તા.૧૨: ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુરના વિદ્યાર્થીઓને ‘પ્લેસમેન્ટ' સત્ર ૨૦૨૪-૨૫માં ૧૮૦૦થી વધુ નોકરીની ઓફર મળી છે. આમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ૨૫ નોકરીઓની ઓફરનો સમાવેશ થાય છે. સંસ્થાએ જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્લેસમેન્ટ સત્રના પહેલા બે દિવસમાં ૮૦૦થી વધુ ઓફરો મળી હતી, જ્યારે ત્રીજા દિવસે સંસ્થાએ ૧૦૦૦ના આંકડાને પાર કર્યો હતો. જે વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં IIT ખડગપુરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મજબૂત માંગ દર્શાવે છે.
આ સેશનમાં નવ વિદ્યાર્થીઓને રૂ. એક કરોડથી વધુની ઓફર અને સૌથી વધુ પગારની ઓફર રૂ. ૨.૧૪ કરોડ પ્રતિ વર્ષ હતી. સંસ્થાએ જણાવ્યું હતું કે, આ ઓફર પ્રતિષ્ઠિત મલ્ટિનેશનલ ઓર્ગેનાઈઝેન્સ તરફથી મળી હતી.
વિદ્યાર્થીઓને મળેલી નોકરીની ઓફરો પર ખુશી વ્યક્ત કરતા, IIT ખડગપુરના કરિયર ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન રાજીબ મૈતીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ કંપનીઓએ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં ભાગ લીધો છે અને સોફ્ટવેર, એનાલિટિક્સ, ફાઇનાન્સ, બેંકિંગ, કન્સલ્ટિંગ અને બેઝિક એન્જિનિયરિંગ જેવા વિવિધ ક્ષેત્રોના વિદ્યાર્થીઓને નોકરીની ઓફર મળી છે.
IIT ખડગપુરના ડિરેક્ટર અમિત પાત્રાએ જણાવ્યું હતું કે, ‘૨૦૨૪-૨૫ સત્રમાં ૧૮૦૦ થી વધુ નોકરીની ઓફરો આ વાતની પુષ્ટિ કરે છે કે, અમે ઉદ્યોગની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર વિદ્યાર્થીઓની આગામી પેઢીને ઘડવામાં વિશ્વ અગ્રણી બનેલા છીએ.' પાત્રાએ ઉમેર્યું કે, સંસ્થા તેના અભ્યાસક્રમને વધુ ચપળ, આંતરશાખાકીય અને કેન્દ્રિત બનાવવા માટે પ્રતિબદ્ધ છે જેથી તેના તાાતકો ફક્ત આ પરિવર્તનોને અનુકૂલન જ નહીં પરંતુ સક્રિયપણે તેમને આકાર આપી શકે.(૩૮.૭)
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
