News of Thursday, 12th June 2025
ધીરેન્દ્ર શાસ્ત્રી ને પણ લગ્ન કરવાથી બીક લાગે છે
અભી ભારત મેં તો પત્નીઓ કા બડા ટ્રેન્ડ ચલ રહા હૈ...

ઈન્દોર તા.૧૨: ઈન્દોરમાં સોનમ રઘુવંશીના ધ્રુજાવનારા હત્યાકાંડે સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. મહિલા દ્વારા તેમના પતિની હત્યા કરવામાં આવતા આ એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ બધી ઘટનાઓનો ખાસ કરીને પુરુષો પર કેવી અસર કરે છે તે દર્શાવતા, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી એ કહ્યું, ‘‘અભી ભારત મેં તો પત્નીઓ કા બડા ટ્રેન્ડ ચલ રહા''.(આ યુગ પત્નીઓ વિશે છે). તેમણે આગળ કહ્યું, એક સે એક બ્લુ ડ્રમ વાલી ખતરનક દેવિયાં નિકાલ રહી હૈં તુમને સુના નહીં ભારત કી ન્યૂઝ (શું તમે ભારતમાં ટ્રેન્ડિંગ સમાચાર સાંભળ્યા કે નહીં?).
ધીરેન્દ્ર શાસ્ત્રી મેરઠ હત્યાકાંડનો ઉલ્લેખ કરી રહ્યા હતા જ્યાં મુસ્કાન રસ્તોગીએ તેના પ્રેમીની મદદથી કથિત રીતે તેના પતિની હત્યા કરી, તેના શરીરને કાપી નાખ્યો અને તેના અંગો વાદળી ડ્રમમાં છુપાવી દીધા. ‘‘અભી નવા સમાચાર ગઈકાલે આવ્યા'' સોનમ! દેખો તો તુમ કહાનિયાં! ‘‘હમારે જૈસે અવિવાહિત પુરુષ ડરને લગે હૈં''..(તાજેતરના ટ્રેન્ડિંગ સમાચાર છે... સોનમ! આ વાર્તાઓ જુઓ! અમારા જેવા અપરિણીત હવે ડરવા લાગ્યા છે.)
પહેલાં, અમે વિચારતા હતા કે અરેન્જ મેરેજ વધુ સારા છે. પછી પ્રેમ લગ્ન અનુકૂળ લાગતા હતા..પરંતુ હવે, રાજાનો કેસ જાણ્યા પછી, લગ્ન પોતે જ નકામા લાગે છે!). આ નિવેદન પર, શાસ્ત્રી ની સભામાં આવેલા લોકો હસવા લાગ્યા, અને તેમના નિવેદનો સાથે સંમત પણ થયા. માત્ર શાસ્ત્રી જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ સોમનના કેસથી પુરુષો પર પડેલા નકારાત્મક પ્રભાવની ટીકા કરતી કટાક્ષભરી રીલ્સથી ભરાઈ ગયું છે.(૩૮.૨૧)
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
