News of Thursday, 12th June 2025
બાબા અમરનાથ યાત્રાનો સતાવાર પ્રારંભ

બુધવારે જેઠ સુદ પૂનમ હોવાથી અમરનાય ધામ સ્થિત ગુફામાં બાબા બર્ફાનીની ‘‘પ્રથમ પૂજા'' યોજવામાં આવી હતી. આ સાથે જ અમરનાથ યાત્રાનો સત્તાવાર પ્રારંભ થયો છે. જમ્મુ-કાશ્મીરમાં આવેલા અમરનાથ ખાતે લાખો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા ગોઠવવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગર્વનર મનોજ સિંહાએ બાબાની પ્રથમ પૂજા કરી હતી અને સત્તાવાર રીતે અમરનાથ યાત્રાનો પ્રારંભકરાવ્યો હતો. તેમણે નોંધાપત્ર સંખ્યામાં શ્રદ્ધાળુઓને બાબાન દર્શન માટે પધારવા અને રાજ્યના વિકાસ માટે મહાદેવને પ્રાર્થન કરવા જણાવ્યું હતું.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
