News of Thursday, 12th June 2025
‘‘ૐ''નું ટેટૂ કાઢીને ઇસ્લામ અપનાવશે પછી જ હું તેની સાથે લગ્ન કરીશ
કાનપુરની એક યુવતીએ પોલીસ કમિશનર ઓફિસમાં ફરિયાદ નોંધાવીઃ સોનુ ઉર્ફે સરતાજ નામના યુવકે લગ્નના બહાને તેનું જાતીય શોષણ કર્યુઃ હવે તે તેના પર ઇસ્લામ ધર્મ સ્વીકારવા અને તેના હાથમાંથી ઓમ ટેラટૂ કાઢવા માટે દબાણ કરી રહ્યો છે

કાનપુર તા.૧૨: કાનપુરની એક યુવતીએ પોલીસ કમિશનર ઓફિસમાં ફરિયાદ નોંધાવી છે કે સોનુ ઉર્ફે સરતાજ નામના યુવકે લગ્નના બહાને તેનું જાતીય શોષણ કર્યું હતું અને હવે તે તેના પર ઇસ્લામ ધર્મ સ્વીકારવા અને તેના હાથમાંથી ઓમ ટેટૂ કાઢવા માટે દબાણ કરી રહ્યો છે. જ્યારે તેણે આ વાતનો વિરોધ કર્યો ત્યારે તેણે તેનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે જ્ત્ય્ નોંધીને તપાસ શરૂ કરી છે.
કાનપુરમાં એક છોકરીએ પોલીસ કમિશનર ઓફિસમાં ફરિયાદ નોંધાવી છે કે તે લવ જિહાદનો ભોગ બની છે. છોકરીના જણાવ્યા મુજબ, એક વર્ષ પહેલા સોનુ નામના એક યુવકે તેનો ફોન પર સંપર્ક કર્યો હતો અને તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. બાદમાં તે યુવાનનું નામ સરતાજ હોવાનું બહાર આવ્યું, જે મુસ્લિમ સમુદાયનો છે.
૨૫ વર્ષીય મહિલાએ જણાવ્યું કે તે એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. યુવકે તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને ઘણી વખત તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે મહિલાએ તેના પર લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે યુવકે તેને તેનું સાચું નામ સરતાજ કહ્યું. તેણે કહ્યું કે તે મુસ્લિમ છે અને જ્યારે મહિલા તેના હાથ પરનું ઓમનું ટેટૂ કાઢી નાખશે અને ઇસ્લામ ધર્મ સ્વીકારશે ત્યારે જ તે તેની સાથે લગ્ન કરશે.
જ્યારે છોકરીએ આમ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે છોકરાએ તેને ધમકી આપી કે તેની પાસે એક અશ્લીલ વિડિઓ છે. તેણે વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી અને કહ્યું કે છોકરીએ ઇસ્લામ ધર્મ સ્વીકારવો જોઈએ અને તેની સાથે લગ્ન કરવા જોઈએ નહીં તો તે તેને બરબાદ કરી દેશે.
આ ઘટનાની માહિતી બજરંગ દળના ભૂતપૂર્વ નેતા કળષ્ણા તિવારીને આપવામાં આવી હતી. યુવતી તેની સાથે પોલીસ કમિશનરની ઓફિસ પહોંચી અને ફરિયાદ નોંધાવી. પોલીસે નવાબગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધી છે અને આરોપી સોનુ ઉર્ફે સરતાજની શોધ શરૂ કરી છે.
એડીસીપી યોગેશ કુમારે જણાવ્યું હતું કે છોકરીની ફરિયાદ પર રિપોર્ટ નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી બાબુપુરવાનો રહેવાસી છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
