News of Thursday, 12th June 2025
તમારા હાથના પંજામાં છુપાયેલી છે તંદુરસ્તી

માથા ઉપર બંને હાથ રાખીને, કમર સીધી રાખીને શાંતિથી બેસો, અને ઉંડા શ્વાસ લો- આંખો બંધ રાખવી, અને શરીરને જુઓ, શ્વાસ પર ધ્યાન રાખોઃ તમે માનસિક સ્વસ્થ થશો, ૩-૩ મિનિટ માટે પ વખત કરો, મનમાં આવેલ શાંતિ પર ધ્યાન રાખો- માનસિક રીતે ઘણી શાંતિ મળશે.
તમારા મનમાં ઘણા વિચારો ચાલતા હોય- શકય છે કે ઘરની ચિંતા હોય, ઘરના સભ્યોની ચિંતા હોયઃ આ બધી મનની ટેવ છે, આ ધ્યાન કરવાથી તમે તેમાંથી મુકત થશો.
આંખની તંદુરસ્તી માટે
બંને હાથને સામ-સામે ઘસો અને ગરમ લાગે એટલે આંખ પર રાખોઃ ગરમ લાગશે અને આંખને સારૂ લાગશે
બંને હાથની તર્જની અને વચલી આંગળી વડે, આંખોની બાજુ પર ટેપીંગ કરો- બિલકુલ હળવા હાથે. પછી તર્જની વડે બંને આંખના મુળમાં (નાકનો ઉભલો ભાગ) કલોક વાઇજ અને એન્ટી-કલોક વાઇજ મસાજ કરો, આંખના પોપચા પર પણ કરો.
આમ કરવાથી આંખને ઘણું સારૂ લાગશે. વધારામાં તર્જની પર બદામનું તેલ લાગવી, આંખના પોપચા પર અને આજુબાજુ માલીશ કરો. આંખને આરામ માટે ૭ થી ૯ કલાકની ઉંઘ જરૂરી છે. સુવાના રૂમમાં ગમતા અંતરની સુવાસ રાખો, ગમતુ સંગીત સાંભળો અને અનુકુળ આવે તેવા કપડા પહેરો. બંને આંગળીઓ વડે કપાળમાં અને લમણામાં હળવે હાથે માલીશ કરો. મન બિલકુલ સાફ થઇ જશે શાંત થઇ જશે.
બંને હાથ જોડીને
તર્જની સીધી રાખો અને અડાડો, તેમજ ઉંડા શ્વાસ લો અને વિચારે કે મારી કે બીજાની ભુલ થઇ હોય તો માફ કરો.
- બંને હાથ સામ સામે રાખીને આંગળી ભરાવો, તેમજ આંગળીઓ ખોલો અને બંધ કરો.
- બંને હાથના પંજા સામ-સામે ભટકાડો.
- બંને હાથના અંગુઠા અને તર્જની વચ્ચેનો ભાગ સામે-સામે ભટકાડો.
- બંને હાથની મુઠી બંધ રાખી સામ-સામે ભટકાડો.
- બંને હાથના પંજા ખુલ્લા રાખી જોરથી તાળી પાડો.
- બંને હાથના કાંડો- એટલે કાંડા પર માલીશ કરો. અંદરની બાજુએ પેન્સિલથી કરો. આમ કરવાથી Negative thought દુર થશે.
- બંને હાથના અંગુઠાના ઉપલા વેઢાને દબાવો, વારાફરતી કરો. આમ કરવાથી マદયની તંદુરસ્તી માટે ઘણું સારૂ રહેશે.
મગજ સતેજ કરવાઃ
- બંને હાથ ઘસીને જમણી બાજુનું નસકોરૂ બંધ કરી, બંધ કરી ડાબા નસકોરીથી શ્વાસ લો અને પછી જોરથી શ્વાસ લો અને પછી જોરથી શ્વાસ બહાર કાઢો, અને પછી ડાબી બાજુનું પણ કરો.
- બંને હાથ ઘસીને અંગૂઠા વડે ટચલી આંગળીના મૂળમાં દબાવો અને શ્વાસ-ઊંડા-લો
-ચારેય આંગળીઓ અને અંગૂઠાને વારાફરતી વચલા વેઢાને દબાવોઃ સવારે કરવું
-આમ કરવાથી મગજ, આંખ, નાક અને કાન બધે ફાયદો થશે- ઊંડા શ્વાસ લેતા લેતા કરવું આમ કર્યા પછી આખો દિવસ સારા કામ થશે અને થાક નહી લાગે
પાચન શકિત માટેઃ
- અંગૂઠા અને બધી આંગળીઓના ઉપલા વેઢાને દબાવો
- અંગૂઠા અને બધી આંગળીઓના ઉપલા વેઢાને સામ-સામે ભટકાડો
-નવશેકા દૂધમાં તરબૂચ અને કોળા (Pumrkeen)ના બી નાંખી પીવો
-બધી આંગળીઓના ઊપલા વેઢા પર ટેપીંગ કરો તેમજ વધારામાં શારિરિક અને માનસિક તંદુરસ્તી માટેઃ
-બંને હાથ ઊંધા કરી પંજા ભટકાડો.
-તેમજ બંને હાથના નીચેના ભાગ ભટકાડો
-માથા પર બંને હાથની આંગળીઓ વડે ઉપર ટેપીંગ કરો
ટોકિસન દુર કરવો છે? Anti oxident
વારા ફરતી ચારેય આંગળીઓના ઉપલા વેઢા પર ટેપીંગ કરો
- સામ સામે ચારેય આંગળીઓ ભરાવો
- અંગૂઠા અને તર્જની વચ્ચેના ભાગને સામ સામે ભટકાડો.
- એક હાથ ખુલ્લો રાખી એના પર મૂઠી મારોઃ બંને હાથનું કરવું
- બંને હાથની બાજુને સામ સામે ભટકાડો-વટીંગો-જશે.
- સવારે સોૈથી પહેલું કામ નવશેકું પાણી પીવો, આના અદ્ભુત ફાયદા છે. પીવાની રીતઃ ચા પીતા હોય એ રીતે ઘૂંટડે -ધૂંટડે પીવું આમ બારેબાર મહિના કરવું: જેથી આંખની તંદુરસ્તી જળવાઇ રહેશે અને વજન પણ ઘટશે.ᅠ
આંખની સંભાળ
- અત્યારના સમયમાં કોમ્પ્યુટર, ટેલીવીઝન અને મોબાઇલના ઉપયોગ વધી ગયો છે માટે આંખ માટે શું કરવું...?
- બંને હાથ ઘસી આંખ પર રાખો, દબાણ ન આપવું.
- હથેળીના શુક્રના પહાડ વડે બંને આંખ પર ફેરવો.
- તર્જની અને વચલી આંગળી વડે, ઉંડા શ્વાસ લેતા લેતા, આંખની બાજુ પર હળવે હાથે clockwise અને anticlockwise કરો.
- નાકના ઉપરના ભાગથી નેણ પાસેથી નીચે તરફ આંગળી લાવો.
- નેણના નીચેના ભાગ પર અંગુઠા વડે હાથ ફેરવો, વજન ન દેવું.
- તર્જની અને વચલી આંગળી વડે આંખની આજુબાજુ ટેપીંગ કરો, નાક પર નહી.
- મરી, તજ, આદુ, તુલસીના પાન, હળદરઃ ગોળ અથવા મધ સાથે ખાવ.
- પ્રાણમુદ્રા ખાસ કરો.
રોગ દૂર રાખવા
- મુઠી બંધ કરીને ખોલોઃ આમ ૧૦ વખત કરો.
- બંને હાથ સામ સામે ૧૧ વાર ઘસી માથા પર રાખો, આંખો બંધ રાખીને વિચારો કે તમને કોઇ રોગ છે? તો તે મટાડી દેશે. દરરોજ ૩ વાર કરો. આ બંને રીત ચાલુ રાખજો- જાદુઇ પરિણામ મળશે અને બંને કાનની બુટ નીચે તરફ ખેંચોઃ માનસિક શકિત વધશે અને યાદશકિત પણ તેમજ કાનના આગળના ભાગને માલીશ કરોઃ મગજશકિત વધશે. અને ખાસ તો બંને હાથની મુઠી સામ-સામે ભટકાડો- ૨૦ વખત અને તેનો ફાયદો શરીર તંદુરસ્ત રહેશે અને રોગ દુર ભાગશે.
પ્રાણમુદ્રાઃ આથી શરીરમાં પ્રાણશકિતનો સંચાર થાય છે અને વધારામાં લોહીની નળીઓને સાફ કરે છે. કોઇ પણ સમયે, કોઇપણ સ્થિતિમાં આ કરી શકાય. વિટામીનની કમી દુર થાય છે. થાક લાગ્યો હોય તો તે દુર થાય છે. આંખોનું સ્વાસ્થય વધે છે. વધારામાં અનિદ્રાનો પ્રશ્ન હલ થાય છે, તેમજ શારિરીક, માનસિક અને આધ્યાત્મિક વૃધ્ધિ થાય છે.
(માહિતીઃ- યોગગુરૂ
‘મધુ ચોૈધરી'ના પ્રવચનના આધારે)
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
