News of Thursday, 12th June 2025
લગ્નના ૧૫ દિવસ પછી જ પત્નિએ તેની હત્યા કરી દીધી : સેક્સ નહોતી ઇચ્છતી
રાજા રઘુવંશી જેવી બીજી ઘટના

સાંગલી, તા.૧૨: ઈન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યાનો પડઘો હજુ શાંત થયો ન હતો કે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી વધુ એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ૨૭ વર્ષીય મહિલાએ કથિત રીતે તેના ૫૩ વર્ષીય પતિ અનિલ લોખંડેની હત્યા કરી દીધી. આ ઘટના લગ્નના ૧૫ દિવસ પછી જ બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવારે રાત્રે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ બની હતી જ્યારે અનિલ લોખંડે તેની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવાનો આગ્રહ કરી રહ્યો હતો. આના પર મહિલાએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
પોલીસે જણાવ્યું કે આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તેને સાંગલી જિલ્લાના કુપવાડ તાલુકામાં તેના ઘરેથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું,‘આ કેસ ખૂબ જ સંવેદનશીલ છે અને અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ.'
પોલીસનું કહેવું છે કે અનિલ લોખંડેએ ૧૫ દિવસ પહેલા જ રાધિકા સાથે બીજા લગ્ન કર્યા હતા. લોખંડેની પહેલી પત્નીનું કેન્સરથી મળત્યુ થયું હતું. વારંવાર શારીરિક સંબંધો બનાવવાના આગ્રહથી રાધિકા ગુસ્સે થઈ ગઈ. તેણે તેના પતિ પર કુહાડીથી હુમલો કરીને તેની હત્યા કરી દીધી
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
