News of Thursday, 12th June 2025
‘હરે રામા રામા રામ, સીતારામ રામ રામ'ના સંકીર્તન સાથે પૂ.મોરારીબાપુના પત્ની નર્મદાબાને નિવાસસ્થાન ‘કૈલાસ'ના પાવન પરિસરમાં સમાધિ
સાધુ સમાજમાં મૃત્યુને મંગલ અવસર માનવામાં આવે છે અને મૃત્યુનો શોક મનાવવાને બદલે ધૂન-ભજન-કીર્તન ગાતાં ગાતાં મૃત્યુઆત્મા ને વાજતે ગાજતે વિદાય આપવામાં આવે છે

પૂ.નર્મદાબાની સમાધી યાત્રા, સમાધી તથા પૂ.નર્મદાબાનો ફાઇલ ફોટો. (તસ્વીરઃ મુકુંદ બદિયાણી- જામનગર)
(મુકુન્દ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૨: વિશ્વવિખ્યાત રામકથાકાર મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબા તા. ૧૦ ને મંગળવારે વટસાવિત્રીની રાતે નિર્વાણ પામ્યાં છે. સાધુ સમાજની પરંપરા મુજબ કૈલાસવાસી નર્મદાબાને કાલે સવારે ૯ કલાકે સમાધિ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સાધુ સમાજમાં મળત્યુને મંગલ અવસર માનવામાં આવે છે અને મળત્યુનો શોક મનાવવાને બદલે ધૂન-ભજન-કીર્તન ગાતાં ગાતાં મળતાત્માને વાજતે ગાજતે વિદાય આપવામાં આવે છે. પૂજ્ય નર્મદાબાને પણ ‘હરે રામા રામા રામ, સીતારામ રામ રામ*'ના સંકીર્તન સાથે બાપુના નિવાસસ્થાન ‘કૈલાસ'ના પાવન પરિસરમાં સમાધિ આપવામાં આવી હતી.
આ અવસરે ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ, સાહિત્યકારો અને લોકસાહિત્યના કલાકારો, કથાકારો અને કથાપ્રેમી શ્રોતાઓ તેમજ તલગાજરડાના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સૌએ મોરારિબાપુને પ્રણામ કરીને પોતાનો સાંત્વનાનો ભાવ પ્રગટ કર્યો હતો અને નર્મદાબાની સમાધિસ્થ ચેતનાને ‘છેલ્લી વેળાના રામ રામ' કર્યા હતા.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
