News of Thursday, 12th June 2025
ઉઘડતા બજારે: સોનામાં ફરી તેજીથી ગોલ્ડ લોનના શેરમાં ચમક :ફાર્મા શેરમાં સુધારો :આઇટી અને ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ
ચાંદીનો બેસ પોઈન્ટ પ્રાઈસમાં વધારો :ચાંદીનો મૂળ આયાત ભાવ $1,080/કિલોથી વધારીને $1,189/કિલો કરાયો

મુંબઈ : આજે બજારમાં પ્રી-ઓપનિંગમાં વધારો જોવા મળ્યો હતો સેન્સેક્સ 125.65 પોઈન્ટ એટલે કે 0.15 ટકાના વધારા સાથે 82,640.79 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 23.10 પોઈન્ટ એટલે કે 0.09 ટકાના વધારા સાથે 25,164.50 પર ટ્રેડ કરી રહ્યો હતો.
ભારતના સૌથી મોટા પેઇન્ટ ઉત્પાદક એશિયન પેઇન્ટ્સ લિમિટેડના શેર, ગુરુવાર, 12 જૂનના રોજ એક મોટા ટ્રેડિંગ સત્ર પછી 3% સુધી વધ્યા. ઉપલબ્ધ માહિતી અનુસાર, પ્રી-ઓપન બ્લોક વિન્ડોમાં ASIAN PAINTS માં 3.5 કરોડ શેરનું વેપાર થયું. શેર્સનું સરેરાશ ₹2,201 પ્રતિ શેરના ભાવે વિનિમય થયું, જેનાથી કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્ય ₹7,703 કરોડ થયું. બ્લોક ડીલમાં કંપનીના કુલ બાકી ઇક્વિટીના 3.64% શેર બદલાયા હતા
બીજીતરફ સુસ્ત બજારમાં, ફાર્મા શેરમાં ગતિ જોવા મળી રહી છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ લગભગ એક ટકા વધ્યો છે. ડિવિઝન એકથી બે ટકા વધ્યા છે. ટોરેન્ટ અને સન ફાર્મા, ડિફેન્સ શેરોમાં થોડી ખરીદી જોવા મળી હતી, પરંતુ આજે આઇટી અને ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.
સોનામાં વધારાને કારણે ગોલ્ડ લોન શેરોમાં ચમક. મણપ્પુરમ ફાઇનાન્સ લગભગ 2.5% વધ્યો અને ફ્યુચર્સમાં ટોચના લાભકર્તાઓમાંનો એક બન્યો. બીજી તરફ, મુથૂટ ફાઇનાન્સ પણ 2% મજબૂત થયો. બંને શેર પણ લાઇફ હાઇ પર પહોંચી ગયા છે.
દરમિયાન સરકારે ચાંદીનો બેસ પોઈન્ટ પ્રાઈસમાં વધારો કર્યો છે. ચાંદીનો મૂળ આયાત ભાવ $1,080/કિલોથી વધારીને $1,189/કિલો કરવામાં આવ્યો છે .
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
