News of Thursday, 12th June 2025
મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની શકયતા : :મુંબઈ સહીત અનેક શહેરોમાં યલો એલર્ટ જાહેર
મુંબઇ, થાણે, પાલઘર અને નવી મુંબઇમાં યલો એલર્ટ જ્યારે કોલ્હાપુર, સોલાપુર, સતારા અને સાંગલી માટે એલર્ટ અપાયુ

મુંબઈ :દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણ અલગ અલગ જોવા મળી રહ્યું છે. ક્યાંક હજી બફારો અને ઉકળાટ છે તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રમાં આજે ભારે પવન સાથે વરસાદ થવાના અણસાર છે. મુંબઇ સહિત અનેક શહેરોમાં યલો એલર્ટ અપાયુ છે. હવામાન વિભાગે 12 જૂનથી 17 જૂન સુધી રાજ્યમાં ભારે પવન સાથે સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. મુંબઇ, થાણે, પાલઘર અને નવી મુંબઇમાં યલો એલર્ટ અપાયુ છે. જ્યારે કોલ્હાપુર, સોલાપુર, સતારા અને સાંગલી માટે એલર્ટ અપાયુ છે
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
