News of Thursday, 12th June 2025
પશ્ચિમ એશિયામાં વધ્યો તણાવ : યુદ્ધની આશંકાને પગલે 3 દેશોમાં કર્મચારીઓને દૂતાવાસ છોડી દેવા ટ્રમ્પનો આદેશ
ઈરાક, કુવૈત અને બહરીન સહિત અનેક દેશોમાં તેમના કર્મચારીઓને તેમના પરિવાર સહિત અમેરિકી દૂતાવાસ છોડવાનો આદેશ : ઈરાન સાથે વધી રહેલો તણાવ અને ઈઝરાયલ-ઈરાન વચ્ચે સંભવિત યુદ્ધની સ્થિતિને પગલે આ નિર્ણય લેવાયો

નવી દિલ્હી :પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે. યુદ્ધની આશંકાને પગલે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાક, કુવૈત અને બહરીન સહિત અનેક દેશોમાં તેમના કર્મચારીઓને તેમના પરિવાર સહિત અમેરિકી દૂતાવાસ છોડવાનો આદેશ આપ્યો છે. ઈરાન સાથે વધી રહેલો તણાવ અને ઈઝરાયલ-ઈરાન વચ્ચે સંભવિત યુદ્ધની સ્થિતિને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અમેરિકી વિદેશ મંત્રાલયે જણાવ્યું છે.
અમેરિકાના વિદેશ વિભાગ અને સેનાએ જણાવ્યું કે પશ્ચિમી એશિયામાં અશાંતિની આશંકાઓને પગલે અમેરિકા આ વિસ્તારોમાં સ્થિત તેમના દૂતાવાસમાંથી કર્મચારીઓની સંખ્યાને ઓછી કરી રહ્યું છે, જેમની ત્યાં જરુર નથી. દૂતાવાસમાં પહેલાથી જ ઓછી સંખ્યામાં કર્મચારીઓ છે માટે તે મોટી સંખ્યામાં કર્મચારીઓને તે પ્રભાવિત કરશે નહિ. ઉલ્લેખનીય છે કે હાલ આ વિસ્તારોમાં તણાવ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેમને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે કારણ કે તે એક ખતરનાક જગ્યા હોઈ શકે છે. અમે તેમને ત્યાંથી નીકળી જવાની નોટિસ આપી દીધી છે. વિદેશ વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું કે દેશોની હાલની સમીક્ષા અને ઘર તથા વિદેશમાં તેમના નાગરિકોને સુરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતાને આધારે બિનજરુરી કર્મચારી અને તેમના પરિવારોને દૂતાવાસ છોડવાનો આદેશ આપ્યો છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
