<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

સોનાએ પુનઃ ૧,૦૦,૦૦૦ ની સપાટી વટાવી

આજે ૯૦૦ રૂા.નો ઉછાળો થતા ૧૦ ગ્રામના ભાવ ૧,૦૦,૪૦૦ રૂા. થયા છે : ચાંદીના ભાવ સ્‍થિર

 

 

રાજકોટ, તા., ૧૧: સોનામાં આજે ૯૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના ભાવ ફરી ૧ લાખની સપાટી વટાવી ગયા હતા. જયારે ચાંદીના ભાવ સ્‍થિર રહયા હતા.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં આજે ૯૦૦ રૂા.નો ઉછાળો નોંધાયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૯૯,પ૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,૦૦,૪૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૯,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૯,૦૯,પ૦૦ હતા તે વધીને ૧૦,૦૪,૦૦૦ સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. પખવાડીયા પુર્વે સોનાના ભાવ ૧ લાખની સપાટી વટાવ્‍યા બાદ ફરી ઘટયા હતા. આજે ફરી ભાવમાં ઉછાળો થતા સોનાના ભાવે પુનઃ ૧ લાખની સપાટી વટાવી છે.

જયારે ચાંદીના ભાવમાં કોઇ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,૦૯,૦૦૦ની સપાટીએ સ્‍થિર રહયા હતા. (૪.૧૪)

(2:30 PM IST)