News of Thursday, 12th June 2025
પંજાબ : ઇન્સ્ટાગ્રામ ઇન્ફલુએન્સરનો કારમાંથી મૃતદેહ મળ્યો
અશ્લીલ સામગ્રી પર આતંકી અર્શ ડલ્લા તરફથી મળી હતી ધમકી : મૃતકની ઓળખ થઇ : તપાસ શરૂ

ભટીંડા, તા.૧૨: પંજાબના ભટિંડાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આદેશ મેડિકલ યુનિવર્સિટીના ર્પાકિંગમાં પાર્ક કરેલી કારમાંથી મહિલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો મળતદેહ મળી આવ્યો છે. મળતક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ઓળખ કંચન ઉર્ફે કમલ તરીકે થઈ છે, જે લક્ષ્મણ નગર, લુધિયાણાની રહેવાસી છે.
લાશ સાથે મળેલી કાર પણ કંચનની છે. કાર તેના નામે નોંધાયેલી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કંચન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હતી. ઉપરાંત, તે અશ્લીલ સામગ્રીને લઈને વિવાદોમાં ઘેરાયેલી હતી. પોલીસે મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. કમલ કૌર લુધિયાણાની રહેવાસી હતી. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર વિવાદાસ્પદ અને અશ્લીલ રીલ્સ બનાવતી હતી. તેના ઇન્સ્ટાગ્રામ પર ૩.૮૬ લાખ ફોલોઅર્સ છે. ૭ મહિના પહેલા આતંકવાદી અર્શ ડલ્લાએ પણ અશ્લીલ સામગ્રી પર કમલ કૌરને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે- જે કારમાંથી મળતદેહ મળ્યો હતો તે મંગળવારથી ઘટનાસ્થળે પાર્ક કરેલી હતી. કારની અંદરથી પણ ગંધ આવી રહી હતી. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. એવું લાગે છે કે હત્યા બીજે કયાંક કરવામાં આવી છે અને લાશ અહીં લાવીને છોડી દેવામાં આવી છે. બાકીની પરિસ્થિતિ પોસ્ટમોર્ટમ પછી સ્પષ્ટ થશે.૭ મહિના પહેલા આતંકવાદી અર્શ ડલ્લાનો એક ઓડિયો વાયરલ થયો હતો, જેમાં તે કમલ કૌરને ધમકી આપતો જોવા મળ્યો હતો. તેણે કહ્યું હતું કે- આ છોકરી સોશિયલ મીડિયા પર ઘણી ગંદકી ફેલાવે છે. આના કારણે પંજાબનો યુવાધન બગડી રહ્યો છે. જો તેમના પરિવારમાં એક પણ વ્યક્તિ મરી જાય તો કોઈ ફરક પડશે નહીં. કોઈ તોફાન નહીં આવે.(૨૩.૩૧)
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
