News of Thursday, 12th June 2025
અમદાવાદમાં વિમાન તુટી પડતાં ૧૩૩ના મોત
વિજયભાઈ રૂપાણી એ વિમાનમાં હતાં : આજે બપોરે ૧.૪૦ વાગ્યે એર ઈન્ડીયાનું વિમાન લંડન જવા માટે ટેક ઓફ થયા બાદ મેઘાણીનગરમાં તુટી પડયું: ધુમાડાના ગોટેગોટાઃ હોસ્પિટલે હૃદયદ્વાવક દ્રશ્યોઃ ટુકડામાં લપેટાયને આવ્યા મૃતદેહો : અમદાવાદની સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આવેલા મેડીકલ કવાર્ટરમાં ગેસના બાટલા ફાટવાના અવાજ સંભળાય રહયા હોવાનું ચર્ચાય છે.

અમદાવાદ, તા.૧૨: અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન ક્રેશ થયાના સમાચાર છે. ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો જોવા મળ્યો હતો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત થયો હતો. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત ૨૪૨ લોકો સવાર હતા. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમે આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી મેઘાણીનગર નજીક ક્રેશ થયું.માહિતી મુજબ એર ઈન્ડિયાનું આ વિમાન ટેકઓફ કરવા જતાં પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પણ પ્રાથમિક અંદાજ મૂજબ વિમાન દુર્ઘટનામાં ૧૩૩ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ઓટોમોબાઇલ ડિલરશીપ નેટવર્ક કાર્ગો મોટર્સના ડીલર પ્રયેશ નંદા, પ્રમુખ નંદા અને શ્રીમતી નેહા નંદા પણ હોવાનું બહાર આવ્યું છે. તેઓને ગંભીર ઇજા થઇ છે અને તેઓની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત આ વિમાન એક હોસ્ટેલ ઉપર તુટી પડતા ર૦ વિદ્યાર્થીઓના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે.
એવું પણ જાણવા મળે છે કે આ કમનસીબ વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પ્રવાસ કરી રહયાં હતા. આ અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. આમ અકસ્માત બાદ આગ અને ધુમાડાના ગોટેટોટા જોવા મળી રહયાં છે રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે. હોસ્પીટલે લોકોના ટોળી ઉમટી પડયા છે.વિમાનમાં ુલ ૨૪૨ મુસાફરો હતાં. રેસકયુ ઓપરેશન ચાલુઃ હોસ્પીટલમાં ટોળેટોળા ટેક ઓફ થયા બાદ તરત વૃક્ષ કે દિવાલ સાથે વિમાન ટકરાતા દુર્ઘટના.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
