<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

ઓ બાપ રે... એર ઇન્‍ડિયાનું વિમાન ઇન્‍ટર્ન ડોકટરોની હોસ્‍ટેલ ઉપર ખાબક્‍યું : અતૂલ્‍યમ્‌ નામની હોસ્‍ટેલમાં ૫૦ થી ૬૦ ડોકટરો હતા : તમામના મોતની આશંકા

વિજયભાઈની સીટ નં. ૨-ડીઃ જે મુસાફરો પ્‍લેનમાં બેસી ગયા હતા તેના લીસ્‍ટમાં વિજયભાઈનું નામ ૧૨મા નંબરે છેઃ વિજયભાઈની તબિયત અંગે ભારે ચિંતા સેવાઈ રહી છેઃ થોડા દિવસો પહેલા જ તેમના ધર્મપત્‍નિ અંજલીબેન લંડન ગયા છેઃ આ ઉપરાંત નીતિનભાઈ ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડેરી પણ લંડન પહોંચી ગયા છેઃ વિજયભાઈ તેમની સાથે જોડાવાના હતાઃ બિનસત્તાવાર અહેવાલો મુજબ વિજયભાઈ રૂપાણી સિવિલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે :અમદાવાદમાં સિવિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં એર ઈન્‍ડિયાનું વિમાન તૂટી પડયુઃ ૧૦૦ના મૃત્‍યુનો ભયઃ ૫૦ મૃતદેહો બહાર કાઢયા : કેમ્‍પસમાં ગેસના બાટલા ફાટવાનો અવાજ આવી રહ્યો છેઃ દુર્ભાગી વિમાનમાં વિજયભાઈ રૂપાણી પણ બેઠા હતા એર ઈન્‍ડિયાની ફલાઈટ નંબર ૧૭૧ અમદાવાદથી લંડન ગેટવીક આજે જઈ રહી હતી અને એરપોર્ટથી ઉપડયા પછી ૧૦ જ મિનિટમાં વિમાન તૂટી પડયુ હતું: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્‍યુ છે

‘O' નેગેટીવ બ્‍લડગ્રુપ ધરાવતા લોકોને તુરંત બ્‍લડ બેંકમાં પહોંચવા અપીલ ૧૫ ડોકટરો ઘાયલઃ વિમાનમાં બેઠેલાઓના નામો જાહેરઃ ૧૬૯ ભારતીય નાગરીકો હતાઃ ૫૨ બ્રિટીશ નાગરીક અને ૧ કેનેડીયન, પોર્ટુગલના ૭ નાગરીક વિમાનમાં હતા

અમદાવાદમાં બીજે મેડીકલના કેમ્‍પસની પાછળના ભાગમાં પ્‍લેન તૂટી પડયુ હતું : આ કેમ્‍પસની પાછળ જ ભોજનાલય આવેલ છે અને ત્‍યાં આ દુર્ઘટના સમયે ૩૦ થી ૪૦ મેડીકલ સ્‍ટાફ ભોજન લઈ રહ્યા હતાઃ આ દુર્ઘટનામાં આ લોકો પણ ઝપટે ચડયાનું બિનસત્તાવાર અહેવાલોમાંથી જાણવા મળે છેઃ વિમાનમાં ચૌધરી જૈમીનીબેન, ચૌધરી ધાપુબેન, ચૌહાણ આર., ચિઠ્ઠીવાલા એ., ચોવડીયા અંકિત, ચોવટીયા શારદાબેન, મિસીસ અમીન એ., અમિન સુભાષચંદ્ર, નંદા નેહા પ્રમુખ, નંદા પ્રયાસ પ્રમુખ, પટેલ બાબીબેન કુબેરભાઈ, પટેલ દિલીપભાઈ મહેન્‍દ્રભાઈ, પટેલ કે., પટેલ મીના, શ્રીમતી પટેલ એસ., રૂપાણી વિજય રમણીકલાલ, કુ.સોની અલ્‍પા નીશીત, સ્‍વપ્‍નીલ સોની, કુ.યોગા સોની સહિતના લોકો વિમાનમાં બેઠા હતા : આ ઉપરાંત અઘેડા મીનાબેન, બગુડે ચંદુ, બક્ષી ધીર, બક્ષી હીર, ભાદુરીયા દીપાનસિંહ, બિકા સંતુભાઈ બ્રહ્મભટ્ટ, બ્રહ્મભટ્ટ કલ્‍યાણી ગોર, કાના વનીતા સહિત અનેક વિમાનમાં બેઠા હતા

(3:54 PM IST)