News of Thursday, 12th June 2025
મેઘાણીનગરમાં આવેલી મેડીકલ કોલેજની યુજી હોસ્ટેલની મેસમાં ભોજન લઈ રહેલા MBBSના ૨૦થી વધુ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા
વિમાન દુર્ઘટનાસ્થળે કાટમાળ અને મૃતદેહોના ઢગલા: વિમાન દુર્ઘટનામાં ૧૩૩ના મોત : એર ઈન્ડિયાએ પોતાનો લોગો બ્લેક કર્યો

અમદાવાદ : આજે બપોરે એર ઈન્ડિયાના વિમાનને નડેલા અકસ્માતમાં આ લખાય છે ત્યારે મૃત્યુઆંક વધીને ૧૩૩ થયાનું બહાર આવ્યુ છે : આઈબીએન-૭ના અહેવાલ અનુસાર હજુ મૃત્યુઆંક વધે તેવી શકયતા છેઃ હોસ્પિટલોમાં પણ ભારે અફરા તફરી મચી હોવાનું પણ જાણવા મળે છે : જે હોસ્ટેલ પર વિમાન ખાબક્યુ એ હોસ્ટેલ ખાતે મૃતદેહોને ઢાંકવા સફેદ કપડા અને અન્ય કપડા ન મળતા આસપાસની બહેનોએ પોતાના ઘરમાંથી સાડી ગોતી મૃતદેહોને ઢાંકી હોવાનું એક વ્યકિતએ એક ટીવી ચેનલને જણાવ્યુ હતું
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
