News of Thursday, 12th June 2025
અમદાવાદ પ્લેન ક્રેશના ના સમાચાર સાંભળીને સલમાન ખાને કાર્યક્રમ રદ કર્યો, કહ્યું- આ સમયે ઉજવણી કરવી યોગ્ય નથી
દેશભરમાં આ દુર્ઘટનાના કારણે ગમગીની છવાય : સલમાન ખાન મુંબઈની એક હોટલમાં એક મીડિયા કાર્યક્રમમાં હાજરી આપવાના હતા

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ નજીક થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાના સમાચારથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ પણ આ અકસ્માત પર શોક વ્યક્ત કરી રહ્યા છે. વિમાન દુર્ઘટનાના સમાચાર બાદ બોલિવૂડ અભિનેતા સલમાન ખાને મુંબઈમાં પોતાનો કાર્યક્રમ રદ કર્યો હતો. આજે સલમાન ખાન મુંબઈની એક હોટલમાં એક મીડિયા કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. પરંતુ, અમદાવાદ વિમાન દુર્ઘટનાના સમાચાર આવતાની સાથે જ, સલમાનની ટીમે કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો.
સૂત્રોનું માનીએ તો, સલમાને કહ્યું કે 'આવા સમયે ઉજવણી કરવી યોગ્ય નથી, કારણ કે આ અકસ્માત ખૂબ જ ગંભીર છે અને દેશભરના લોકો તેનાથી દુઃખી છે'. તમને જણાવી દઈએ કે આજે, ગુરુવારે બપોરે, સલમાન ખાન મુંબઈની એક હોટલમાં ISRL (ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ) ના મીડિયા કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. પરંતુ, અમદાવાદ એરપોર્ટ નજીક થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાના સમાચાર આવતા જ, સલમાન ખાનની ટીમે કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો.
સલમાન ખાન ISRL ના બ્રાન્ડ એમ્બેસેડર છે. આજે મુંબઈના તાજ લેન્ડ્સ એન્ડ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાવાની હતી, જેમાં લીગની સીઝન 2 વિશે માહિતી આપવાની હતી અને સલમાનની હાજરીમાં મીડિયા સાથે વાતચીત થવાની હતી. પરંતુ, વિમાન દુર્ઘટનાની ઘટના બાદ, સલમાને આ કાર્યક્રમ રદ કર્યો. નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત વિશે જાણ થતાં જ તેમણે કહ્યું કે 'આજે કોઈ પણ વસ્તુનો પ્રચાર કરવો કે હસવું યોગ્ય નથી'.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
