News of Thursday, 12th June 2025
અમદાવાદ પ્લેન દુર્ઘટનાથી બોલિવૂડ શોકમગ્ન :અક્ષય કુમારથી લઈ સની દેઓલ સુધી અનેક ફિલ્મ અભિનેતાએ દુખ વ્યક્ત કર્યુ
રિતેશ દેશમુખે લખ્યું, હચમચાવી દેનારી ઘટના. અમદાવાદ પ્લેન દુર્ઘટના વિશે સાંભળીને આઘાત લાગ્યો

અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દરેક લોકો દુખી થયા છે.લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું ફ્લાટ ક્રેશ થયું છે. પ્લેનમાં 242 લોકો સવાર હતા. આ ભયંકર અકસ્માતને લઈ અનેક બોલિવુડ સ્ટારે દુખ વ્યક્ત કર્યું છે.અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી પણ સવાર હતા.
અમદાવાદમાં ગુરુવારના રોજ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતુ.આ અકસ્માતે સૌ કોઈને દુખી કર્યા છે. પ્લેનમાં 242 લોકો સવાર હતા.જેને લઈ બોલિવુડના અનેક સ્ટારે આ મામલે દુખ વ્યક્ત કર્યું છે.અક્ષય કુમાર, સોનુ સૂદ, સની દેઓલ, દિશા પટની સહિત ઘણા અન્ય સ્ટાર્સે આ બાબતે પ્રતિક્રિયા આપી છે.
સની દેઓલે X પર લખ્યું અમદાવાદમાં પ્લેન ક્રેશથી દુખ વ્યક્ત કર્યું છે.જેમણે જીવ ગુમાવ્યો તેના આત્માને ભગવાન શાંતિ આપે. આ દુખદ સમયમાં તેમના પરિવારને તાકાત આપે
સોનું સુદે લખ્યું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં એર ઈન્ડિયા ફ્લાઈટ જે લંડન જઈ રહી હતી.તેના માટે પ્રાર્થના દિશા પટનીએ રિએક્ટ કરતા કહ્યું, અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેના વિશે સાંભળી દુખ થયું. જે લોકોએ જીવ ગુમાવ્યા તેમની આત્માને શાંતિ મળે
રિતેશ દેશમુખે લખ્યું, હચમચાવી દેનારી ઘટના. અમદાવાદ પ્લેન દુર્ઘટના વિશે સાંભળીને આઘાત લાગ્યો. આ મુશ્કેલ સમયમાં, હું બધા મુસાફરો, તેમના પરિવારો અને અસરગ્રસ્ત બધાને માટે પ્રાર્થના કરું છું.” આ બધા ઉપરાંત, ઘણા અન્ય ફિલ્મ સ્ટાર્સે પણ આ બાબતે પ્રતિક્રિયા આપી છે અને દુઃખ વ્યક્ત કર્યું છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
