News of Thursday, 12th June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર રમેશ વિશ્વાશકુમાર નામના વ્યક્તિનો જીવ બચી ગયો
આ ફ્લાઇટમાં 242 (ક્રૂ મેમ્બર્સ સહિત) લોકો સવાર હતા, જેમાં લગભગ બધા લોકોના મોત થયા, પરંતુ માત્ર એક વ્યક્તિનો જીવ બચી ગયો

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ થવાની સાથે ક્રેશ થઈ ગયું હતું. આ ફ્લાઇટમાં 242 (ક્રૂ મેમ્બર્સ સહિત) લોકો સવાર હતા, જેમાં લગભગ બધા લોકોના મોત થયા છે, પરંતુ માત્ર એક વ્યક્તિનો જીવ બચી ગયો છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સવાર બધા લોકોના મોત થઈ ગયા છે, પરંતુ એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. રમેશ વિશ્વાશકુમાર નામનો વ્યક્તિ પણ આ ફ્લાઇટમાં સવાર હતો, જે દુર્ઘટનાનો શિકાર બની હતી. પરંતુ આ દુર્ઘટનામાં રમેશ વિશ્વાશકુમાર નામના વ્યક્તિનો જીવ બચી ગયો છે. બાકી વિમાનમાં સવાર બધા લોકોના મોત થયા છે.
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકો સિવાય પ્લેન ક્રેશ થઈને જ્યાં પડ્યું તે મેડિકલ હોસ્ટેલમાં પણ લોકોના મોતના સમાચાર છે. આ દુર્ઘટનામાં આશરે 250 જેટલા લોકોના મોત થવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
