News of Thursday, 12th June 2025
મારી આસપાસ મૃતદેહો વિખરાયેલા હતા. હું ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો:બચી ગયેલ વિશ્વાસ કુમાર રમેશે ખૌફનાક કહાની વર્ણવી
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલ વિશ્વાસકુમાર રમેશે કહ્યું-મારી આસપાસ વિમાનના ટુકડા વિખરાયેલા હતા. કોઈએ મને પકડી લીધો અને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે, પોલીસને સીટ 11A પર એક જીવિત વ્યક્તિ મળી આવ્યો છે. તે વ્યક્તિ હોસ્પિટલમાં મળી આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વિશે હજુ કંઈ કહી શકાય નહીં. વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
એક અહેવાલ મુજબ 40 વર્ષીય બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે ખૌફનાક કહાની વર્ણવી. તેમણે કહ્યું, ટેકઓફ કર્યાના ત્રીસ સેકન્ડ પછી એક જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન ક્રેશ થયું. આ બધું ખૂબ જ ઝડપથી થયું. જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો વિખરાયેલા હતા. હું ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો. મારી આસપાસ વિમાનના ટુકડા વિખરાયેલા હતા. કોઈએ મને પકડી લીધો અને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા.
બ્રિટિશ નાગરિક વિશ્વાસ થોડા દિવસો માટે પોતાના પરિવારને મળવા ભારત આવ્યો હતો અને પોતાના ભાઈ અજય કુમાર રમેશ (45) સાથે બ્રિટન પાછો ફરી રહ્યો હતો. વિશ્વાસે જણાવ્યું કે, તે 20 વર્ષથી લંડનમાં રહે છે. તેની પત્ની અને બાળકો પણ લંડનમાં રહે છે. .

(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
