News of Thursday, 12th June 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ, નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે છે

અમદાવાદ : અમદાવાદમાં આજે બપોરે એરઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે મદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ, નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
