<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

એર ઇન્ડિયા દિલ્હી અને મુંબઈથી અમદાવાદ માટે બે રાહત ફ્લાઇટ્સ ચલાવશે

એર ઇન્ડિયાએ ૧૮૦૦ ૫૬૯૧ ૪૪૪ હોટલાઇન નંબર પણ જારી કર્યો: આંતરરાષ્ટ્રીય હોટલાઇન નંબર- +૯૧ ૮૦૬૨૭૭૯૨૦૦જાહેર કર્યો

અમદાવાદ :એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન AI 171 અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, પરંતુ ટેક ઓફ કર્યાની થોડીક સેકન્ડ પછી તે મેઘાણીનગરમાં ક્રેશ થયું, જે એરપોર્ટની ખૂબ નજીક છે. વિમાનમાં 242 લોકો સવાર હતા. વિમાન અમદાવાદના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું. ક્રેશ થયા પછી, વિમાન બીજે મેડિકલ કોલેજ પર પડ્યું. આ પછી, વિમાનમાં આગ લાગી ગઈ. અકસ્માતમાં એક વ્યક્તિનો બચાવ થયો છે. પોલીસે જણાવ્યું હતું કે તે સીટ નંબર 11A પર બેઠો હતો. તેની સારવાર ચાલી રહી છે. 

એર ઇન્ડિયા દિલ્હી અને મુંબઈથી અમદાવાદ માટે બે રાહત ફ્લાઇટ્સ ચલાવશે. 

અહીં સંપૂર્ણ વિગતો છે...

  • IX1555 દિલ્હી-અમદાવાદ, સમય રાત્રે 11 વાગ્યા - 12 જૂન
  • IX1556 અમદાવાદ-દિલ્હી, બપોરે 1.10 વાગ્યા - 13 જૂન
  • AI1402 મુંબઈ-અમદાવાદ, રાત્રે 11 વાગ્યા - 12 જૂન
  • AI1409 અમદાવાદ - મુંબઈ બપોરે 1.15 વાગ્યે, 13 જૂન

આ સાથે, એર ઇન્ડિયાએ ૧૮૦૦ ૫૬૯૧ ૪૪૪ હોટલાઇન નંબર પણ જારી કર્યો છે. આંતરરાષ્ટ્રીય હોટલાઇન નંબર- +૯૧ ૮૦૬૨૭૭૯૨૦૦

(9:40 PM IST)