<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

અમદાવાદ પ્લેન દુર્ઘટના પર અમિતભાઇ શાહે કહ્યું - મૃત્યુનો આંકડો ડીએનએ ટેસ્ટ અને ઓળખ બાદ જ સત્તાવાર રીતે જાહેર કરી શકાશે: જુઓ વિડિઓ

અમદાવાદ પ્લેન ક્રેશ પર ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગ એક સાથે રાહત અને બચાવ કામમાં લાગી ગયા છે

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે જણાવ્યું કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગ એક સાથે રાહત અને બચાવ કામમાં લાગી ગયા છે. આ વિમાનમાં કૂલ મળીને દેશ અને વિદેશના 230 યાત્રી, 12 ક્રૂ મેમ્બર સવાર હતા. તેમાંથી એક યાત્રી બચ્યો હોવાની જાણકારી મળી છે. હું તેમને મળીને આવ્યો છું. મૃત્યુનો આંકડો ડીએનએ ટેસ્ટ અને ઓળખ બાદ જ સત્તાવાર રીતે જાહેર કરી શકાશે.

ગુજરાત સરકારે તમામ વિભાગોને એલર્ટ કરી દીધા હતા. તમામે એક સાથે મળીને રાહત બચાવ કાર્ય ચાલૂ કરી દીધું છે. પણ ગરમી અને સવા લાખ લીટર ઈંધણ જે વિમાનમાં હતું, તેના કારણે કોઈ બચવાનો મોકો મળ્યો નહીં. હું ઘટનાસ્થળે જઈને આવ્યો છું. તમામ કાઢવાનું કામ લગભગ પૂરુ થઈ ચુક્યું છે. ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂરી થઈ જશે.

   અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરુવાર બપોરે એક મોટી વિમાન દુર્ઘટના થઈ. લંડન જઈ રહેલ એર ઈંડિયાની ફ્લાઈટ AI-171 ટેકઓફની થોડી જ મિનિટો બાદ અચાનક મેડિકલ કોલેજની ઈમારત પર જઈને પડ્યું. પ્રત્યક્ષદર્શીઓના અનુસાર, વિમાન ખૂબ જ નીચે ઉડી રહ્યું હું અને સીધા પાંચ માળની ઈમારત સાથે ટકરાયું. જેનાથી આ ઈમારતમાં આગ લાગી ગઈ. દુર્ઘટનાથઈ આજુબાજુની કેટલીય ઈમારતોને ગંભીર નુકસાન થયું છે

(10:28 PM IST)