<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

ગોવામાં ૩ સગીરાઓ પર દુષ્કર્મ, ગેસ્ટ હાઉસમાં ઘટનાને આપ્યો અંજામ

પોલીસે ચારની ધરપકડ કરીઃગેસ્ટ હાઉસના માલિક રજત ચૌહાણ (૩૧) અને મેનેજર મન્સૂર પીર (૩૫)ની ધરપકડ કરવામાં આવી છે

ગોવા, તા.૧૨

દેશમાં સતત દુષ્કર્મના કેસ સામે આવતા રહે છે. આ વચ્ચે હવે ગોવાથી એક મામલો સામે આવ્યો છે, પોલીસે ગોવામાંથી એક ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ કરી છે. આ ગેસ્ટ હાઉસમાં ત્રણ સગીર છોકરીઓ સાથે બે પુરુષોએ કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું.

અધિકારીએ આ મામલે જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલે અત્યાર સુધીમાં ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ૧૧, ૧૩ અને ૧૫ વર્ષની આ છોકરીઓ એક જ બિલ્ડિંગમાં રહેતી હતી.

આ છોકરીઓ સાથે ૭ અને ૮ જૂનના રોજ કલંગુટ વિસ્તારમાં સ્થિત ગેસ્ટ હાઉસમાં બે છોકરાઓએ કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, પાંચેય લોકોએ એક સાથે ગેસ્ટ હાઉસમાં ચેક-ઈન કર્યું હતું. બે મોટી છોકરીઓ બહેનો છે.

છોકરીઓના માતા-પિતાએ ૮ જૂને ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ એક દિવસ પહેલા ગુમ થઈ ગઈ હતી. એક અધિકારીએ આ મામલે અગાઉ જણાવ્યું હતું કે. પોલીસે ઘણી ટીમો બનાવીને તે જ દિવસે ગેસ્ટ હાઉસમાંથી છોકરીઓને છોડાવી હતી, જ્યારે અલ્તાફ મુજાવર (૧૯) અને ઓમ નાઈક (૨૧) ની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ અધિકારી (ઉત્તર) રાહુલ ગુપ્તાએ ગુરુવારે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે વધુ બે લોકો ગેસ્ટ હાઉસના માલિક રજત ચૌહાણ (૩૧) અને મેનેજર મન્સૂર પીર (૩૫)ની ધરપકડ કરવામાં આવી છે.  સગીર છોકરીઓને તેમના માતા-પિતાની સંમતિ અને ચકાસણી વિના ગેસ્ટ હાઉસમાં રાખવા બદલ અને કાયદાનું ઉલ્લંઘન કરીને ગુનાને પ્રોત્સાહન આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે, ચારેય આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા, જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ (POCSO) અધિનિયમ અને ગોવા ચિલ્ડ્રન્સ એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

એસપીએ રાજ્યમાં આવી તમામ સુવિધાઓ અંગે ચેતવણી આપી અને કહ્યું કે, 'અમે ગેસ્ટ હાઉસને સીલ કરી રહ્યા છીએ અને તેનું લાસિન્સ રદ કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. જો ગેસ્ટ હાઉસના મેનેજર અને માલિક કોઈ બાળકને તેના પરિવાર કે સંબંધીઓની ગેરહાજરીમાં રૃમ આપશે, તો તેમને બક્ષવામાં આવશે નહીં.'

(10:48 PM IST)