News of Thursday, 12th June 2025
માતા બનવા માગતી ખેલાડીઓને હવે રેન્કિંગ પ્રોટેક્શન મળશે
વુમન ટેનિસ એસોસિએશનનો મોટો નિર્ણયઃસ્લોએન સ્ટીફન્સે આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું

વોશિંગ્ટન, તા.૧૨
મહિલાઓ માટે કોઈપણ ફિલ્ડમાં કરિયર બનાવવું સરળ નથી. તેમણે ઘણા પડકારોમાંથી પસાર થવું પડે છે. જ્યારે કોઈ મહિલા ખેલાડી માતા બનવા ઇચ્છતી હોય, ત્યારે પણ તેની કારકિર્દી પર અસર પડે છે. પરંતુ હવે મહિલા ટેનિસ એસોસિએશન (WTA) એ એક મોટું પગલું ભર્યું છે, જેનાથી WTA રેક્નિંગમાં ટોપ ૭૫૦ મહિલા પ્લેયર્સને રાહત મળશે.
WTAના જણાવ્યા પ્રમાણે કોઈપણ મહિલા ખેલાડી માતા બનવા માંગતી હોય અથવા ભવિષ્યમાં માતા બનવાના હેતુથી એગ ફ્રીઝ (બીજ સાચવવાની પ્રક્રિયા) કરાવવા માંગતી હોય તેને થોડા સમય માટે રમતથી દૂર રહેવાની અને સુરક્ષિત રેક્નિંગ સાથે વાપસી કરવાની તક આપવામાં આવશે.
WTAએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ખેલાડીઓ હવે ફર્ટિલિટી પ્રોટેક્શન પ્રોસેસ જેવા કે, એગ ફ્રીઝિંગ માટે પ્રોફેશનલ ટેનિસમાંથી થોડો સમય દૂર રહી શકે છે અને ત્યારબાદ તે સુરક્ષિત રેક્નિંગ સાથે વાપસી કરી શકે છે. જેના કારણે તેઓની કારકિર્દી પર અસર નહીં પડે. તેના માટે પાત્ર પ્લેયર્સને એક સ્પેશિયલ એન્ટ્રી રેક્નિંગ (SER) પ્રાપ્ત થશે. જેનો ઉપયોગ ત્રણ ટુર્નામેન્ટમાં એન્ટ્રી માટે થઈ શકે છે. પ્લેયર્સનું આ રેક્નિંગ ટુર્નામેન્ટમાંથી બહાર થતા અગાઉના WTA રેક્નિંગના ૧૨ અઠવાડિયાની એવરેજ પર આધારિત હશે.
યુએસ ઓપન ૨૦૧૭ની ટાઈટલ વિજેતા સ્લોએન સ્ટીફન્સે પણ એગ ફ્રીઝિંગ દરમિયાન સુરક્ષિત રેક્નિંગ સ્વરૃપે માન્યતા આપવાની માગ કરી હતી. તેણે ઉ્છના આ પગલાની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે, સુરક્ષિત રેક્નિંગ હોવું જોઈએ, જેથી ખેલાડીઓને ઝડપથી રિકવરીની તક મળે અને ફરીથી પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવા માટે મજબૂર ન થવું પડે. આ એક જરૃરી નિર્ણય છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. કોઈ ત્રણ મહિના માટે બહાર થઈ શકે છે, કોઈ એક અઠવાડિયા માટે બહાર થઈ શકે છે. જ્યારે હું ઉ્છ પ્લેયર્સ કાઉન્સિલની સભ્ય હતી, ત્યારે આવા પગલાની પ્રબળ સમર્થક હતી.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
