News of Thursday, 12th June 2025
મધ્યપ્રદેશના રીવામાં ઉલટી અને ઝાડાને કારણે એક જ પરિવારના ચાર સભ્યોના મોત:અન્ય પાંચ લોકો ગંભીર
રીવાના નિરાલા નગર વોર્ડ નંબર 9 કોલસા બસ્તીમાં ઉલ્ટી અને ઝાડાનો ગંભીર પ્રકોપ

મધ્યપ્રદેશના રીવાના નિરાલા નગર બસ્તીમાં ઉલ્ટી અને ઝાડાનો પ્રકોપ જોવા મળ્યો. જેના કારણે એક જ પરિવારના 4 લોકોના મોત થયા. 5 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મળતી માહિતી મુજબ, લોકોને અચાનક ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા, ત્યારબાદ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને નમૂના એકત્રિત કર્યા.
રીવાના નિરાલા નગર વોર્ડ નંબર 9 કોલસા બસ્તીમાં ઉલ્ટી અને ઝાડાનો ગંભીર પ્રકોપ જોવા મળ્યો. આ કારણે 24 કલાકમાં એક જ પરિવારના ચાર લોકોના એક પછી એક મોત થયા. જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે રીવાના સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
પરિવારના સભ્યો ક્યાંક લગ્ન સમારંભમાં ગયા હતા અને ત્યાંથી પાછા ફર્યા પછી, તેમની તબિયત બગડવા લાગી અને બધાને ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા. જેના કારણે પરિવારના ચાર સભ્યોના મોત થયા. જ્યારે પાંચ લોકો હજુ પણ બીમાર છે, જેમને સારવાર માટે રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેસની માહિતી મળતા જ આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ત્યારે તેમની સામે જ એક મહિલાનું અચાનક મોત નીપજ્યું. બીજી તરફ, સમગ્ર કેસમાં પીડિત પરિવારે સારવારમાં બેદરકારી તેમજ અંતિમ સંસ્કાર માટે કોઈ આર્થિક સહાય ન આપવાનો આરોપ લગાવ્યો છે
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
