<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

બુલિયન બજારમાં ફરી તોફાની તેજી :અમદાવાદમાં સોનામાં 1200 રૂપિયા અને ચાંદીમાં કિલોએ 1200 રૂપિયાનો ઉછાળો

અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધતા તથા અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા કરતાં નીચા આવતા વ્યાજ દરોમાં ઘટાડો થવાની શક્યતા વચ્ચે સોનાના ભાવમાં તેજી

નવી દિલ્હી :વિદેશમાંથી મળેલા સંકેતો વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 850 વધીને રૂપિયા 99,340 થયા છે. જ્યારે સ્ટાન્ડર્ડ સોનુ (99.5)નો ભાવ રૂપિયા 800 વધી રૂપિયા 98,800 થયા છે.

બીજી બાજુ ચાંદીમાં એકંદરે સ્થિર વલણ જોવા મળ્યું હતું. ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 100 ઘટી રૂપિયા 1,07,000 રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધતા તથા અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા કરતાં નીચા આવતા આગામી સમયમાં વ્યાજ દરોમાં ઘટાડો થવાની શક્યતા વચ્ચે સોનાના ભાવમાં તેજી જોવા મળતી હતી.

દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 15.74 ડોલર એટલે કે 0.47 ટકા વધી 3,370.87 ડોલર રહ્યા છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.54 ટકા સુધરી 36.05 ડોલર થયો છે.

(12:11 AM IST)