News of Friday, 13th June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો મૃત્યુઆંક 245 થી વધુ: 21 મેડિકલ સ્ટુડન્ટ સહિત 44 લોકો ઘાયલ: સત્તાવાર જાહેરાત
બીજે મેડિકલ હોસ્ટેલના ત્રણ સ્ટુડન્ટના મોત : પ્લેન દુર્ઘટનામાં 50 મૃતદેહના પોસ્ટમોર્ટમ થયા:ડીએનએ ટેસ્ટ માટે 102 વ્યક્તિના બ્લડ સેમ્પલ લેવાયા: ડીએનએ રિપોર્ટ આવતા ત્રણથી ચાર દિવસ લાગશે.

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પ્લેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 245થી વધુ હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે. 4 મેડિકલ સ્ટુડન્ટના પણ મોત થયા છે. તો બીજી તરફ 21 મેડિકલ સ્ટુડન્ટ સહિત 44 વ્યક્તિ ઘાયલ થયા છે. ઘાયલોમાં ચારથી પાંચ વ્યક્તિ ગંભીર હાલતમાં જેની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્લેન દુર્ઘટનામાં 50 મૃતદેહના પોસ્ટમોર્ટમ થયા છે. ડીએનએ ટેસ્ટ માટે 102 વ્યક્તિના બ્લડ સેમ્પલ લેવાયા છે. ડીએનએ રિપોર્ટ આવતા ત્રણથી ચાર દિવસ લાગશે.
અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં બીજે મેડિકલ હોસ્ટેલના ત્રણ સ્ટુડન્ટના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બીજે મેડિકલ હોસ્ટેલના ત્રણ સ્ટુડન્ટના નામની વાત કરવામાં આવે તો, આર્યન રાજપુત, માનસભાદુ અને રાકેશ દિયોરાના મૃત્યુ થયા છે. ડોક્ટર જયપ્રકાશ ચૌધરીની શોધખોળ ચાલી રહી છે. મેડિકલ સ્ટુડન્ટ પ્રદીપ સોલંકીના પત્ની કાજલ સોલંકી ઘાયલ થયા છે. દુર્ઘટનામાં 21 મેડિકલ સ્ટુડન્ટ ઇજા પહોંચી હોવાની વિગતો મળી રહી છે.
ટાટા ગ્રુપે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ અને બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલના નિર્માણમાં સહાય કરવાની પણ જાહેરાત કરી છે. અમદાવાદમાં એર ઇન્ડિયાના આ વિમાનમાં 245 લોકો સવાર હતા. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આ વિમાનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો છે. તે જ સમયે, બાકીના લોકોના મૃત્યુની આશંકા છે. હાલમાં, રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. તે જ સમયે, ટાટા ગ્રુપે વિમાન દુર્ઘટનામાં પીડિતો અને તેમના પરિવારો માટે એક મોટી જાહેરાત કરી છે.
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરાયેલ એક નિવેદન જારી કર્યું છે. નિવેદનમાં લખ્યું છે કે, "એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે થયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ ક્ષણે અમે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તેનું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. અમારા સંવેદના અને પ્રાર્થના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે."
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
