News of Friday, 13th June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજપથ ક્લબના ડિરેક્ટર દિલીપ પટેલ અને તેમના પત્નીનું મોત
દિલીપ પટેલ અને મીના પટેલ બંને તેમની દીકરીને મળવા માટે પતિ-પત્ની લંડન જતા હતા

અમદાવાદ: શહેરમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી છે તેમાં મોટી સંખ્યામાં મુસાફરોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં આવેલ રાજપથ ક્લબના ડિરેક્ટર દિલીપ પટેલનું મોત થયું છે. સાથે જ તેમના પત્ની મીના પટેલ પણ તેમની સાથે હતા જેથી તેમનું મોત નિપજ્યું છે. બંને પતિ-પત્ની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. આ પ્લેનમાં 58 હજાર લિટર ઈંધણ હતું જેના કારણે પ્લેન ક્રેશ થતાં જ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે મોટા ભાગના મુસાફરોનું આ દુર્ઘટનામાં કરુણ મોત નિપજ્યું છે.
બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં આવેલ મેસમાં આ પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન ક્રેશમાં બી.જે. મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓના મોત થયા છે. સાથે જ 5 વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે અને 13 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી છે. આ ઉપરાંત મેસમાં વિદ્યાર્થીના 1 સંબંધીનું પણ મોત થયું છે અને 3 મિસિંગ છે જ્યારે 2 સિરિયસ છે. આ સિવાય એક ડૉક્ટરના પત્ની અને અન્ય એક ડૉક્ટરના સંબંધી મિસિંગ છે.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકે એ ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં આવેલા કસોટી ભવન ખાતે પરિવારના સભ્યો જેમ કે માતા-પિતા, ભાઈ, બહેનનું લોહીનું સેમ્પલ લેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ડીએનએ ટેસ્ટની શરૂઆત કરાઈ છે. કસોટી ભવન ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારના સભ્યોનું બ્લડ સેમ્પલ લીધા બાદ ડીએનએ ટેસ્ટ માટે તેને ફોરેન્સિક લેબ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ આપવામાં આવશે.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
