<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક મુસાફર બચીગયો: હોસ્પિટલમાં સારવાર હેઠળ: 241 લોકોના મોત:ડીએનએ ટેસ્ટ બાદ ઓળખ થશે

મોટાભાગના મૃતદેહો એટલા ખરાબ રીતે બળી ગયા :ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ: અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં ડીએનએ નમૂના આપવાની વ્યવસ્થા

અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 241 લોકોના મોત થયા હતા. જોકે, ચમત્કારિક રીતે એક મુસાફર બચી ગયો હોવાના અહેવાલ છે. તે હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેનું નામ રમેશ વિશ્વાસ કુમાર જણાવવામાં આવી રહ્યું છે. તે સીટ 11A પર મુસાફરી કરી રહ્યો હતો. આ માહિતી અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે આપી છે.  

આ વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી પણ સવાર હતા. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. જેમાં 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. અકસ્માત સ્થળેથી અત્યાર સુધીમાં 100 મૃતદેહો મળી આવ્યા છે. મોટાભાગના મૃતદેહો એટલા ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ છે. ડીએનએ ટેસ્ટ પછી જ તેમની ઓળખ શક્ય બનશે.

 

 

આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીના જણાવ્યા અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોના સંબંધીઓની ઓળખ માટે તેમના ડીએનએ નમૂના એકત્રિત કરવાની વ્યવસ્થા કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં ડીએનએ નમૂના આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.મૃતકના નજીકના સંબંધીઓ (માતાપિતા અથવા બાળકો) ડીએનએ નમૂના આપી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં ડીએનએ નમૂના એકત્રિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કસોટી ભવન બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલું છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, હોસ્પિટલ વહીવટીતંત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમર્જન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી માટે સંપર્ક કરવા માટે બે ફોન નંબર જાહેર કર્યા છે

(12:52 AM IST)