News of Friday, 13th June 2025
ક્રેશ થનાર પ્લેનમાં કચ્છના ૫ ના મોત: ૪ બ્રિટિશ નાગરિક અને વિઝા ઉપર ફરવા જનારે જીવ ખોયો
પાંચેય લેઉવા પટેલ સમાજના, એક જ પરિવારના દાદી, પુત્ર અને પૌત્રના મોત, કચ્છીમાડુઓમાં ભારે શોકનું મોજું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડતા સર્જાયેલ ગમખ્વાર દુર્ઘટનામાં કચ્છના પાંચ પ્રવાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલે લંડનમાં ફ્રિન્ચલીમાં રહેતા મૂળ ભુજ તા.ના કોડકી ગામના પટેલ પરિવારના સદસ્યો રાધાબેન ધનજી હિરાણી તેમના પુત્ર સુરેશ તેમ જ પૌત્ર અશ્વિન એમ એક જ પરિવારના દાદી, પુત્ર અને પૌત્રએ જીવ ગુમાવ્યો હતો. આ પરિવાર વર્ષોથી લંડન રહે છે અને ધાર્મિક કાર્યક્રમ માટે અહીં વતન આવ્યો હતો. અન્ય બ્રિટિશ નાગરિક અને મૂળ માધાપર (ભુજના) રમેશ હીરજી હીરાણી વતનમાં આવ્યા હતા. એમનું પણ આ ફ્લાઈટમાં મોત નીપજ્યું છે. જ્યારે ભુજના દહીંસરા ગામના યુવાન અનિલ લાલજી ખીમાણી વિઝિટર વિઝા ઉપર લંડન જઈ રહ્યા હતા. તેમણે પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાના સમાચારથી દેશ વિદેશમાં રહેતા કચ્છી સમુદાયમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
