<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

પતરાનીચેથી પ-૭લાશો નીકળતી, લાશ ઊંચકતા માંસના લોચા પડતા

વડોદરા ફાયર બ્રિગેડે ૨૫થી વધુ ડેડબોડી બહાર કાઢી : ફોર્મની શીટો અને શરીર સળગ્‍યાં પછી એક સરખા રંગ-આકારના થઈ ગયા

વડોદરા તા.૧૩: અમદાવાદ એરપોર્ટ ખાતે પ્‍લેન કેશની દુર્ઘટના સર્જાતા ફાયર બ્રિગેડે દિલધડક સર્ચ ઓપરેશન હાથ ધયું હતું. જેમાં એક-એક પતરું ઉચું કરો તો પાંચ-સાત લાશો નીકળતી. લાશ ઉંચકતા માસના લોચા નીચે પડતા. વડોદરા ફાયર બ્રિગેડે ત્‍યાંથી ૨૫થી વધુ લાશો શોધી કાઢીને સિવિલ હોસ્‍પિટલ ખાતે મોકલી હતી.

અમદાવાદ એરપોર્ટ ખાતે પ્‍લેન કેશની દુર્ઘટના સર્જાઈ હતી. જેથી વડોદરા ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ હતી. જોકે, ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ આજે અમદાવાદ ખાતે પોતાના ઘરે ગયા હતાં. જેમને મેસેજ મળતા જ તુરંત

જ તેઓ બપોરે ૩ કલાકે એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતાં. એ પછી ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ સહિતની વડોદરા ફાયર બ્રિગેડની ટીમો એક બાદ એક કરીને બપોરે ૩-૪૫ કલાકથી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચવા લાગી હતી. જયાં તેમણે ઘટના સ્‍થળે રાતના ૯ કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

વડોદરા ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું કે, અમે એક-એક પતરુ ઉંચુ કરતા તો તેની નીચેથી પાંચ-પાંચ, સાત-સાત લાશો નીકળતી. જેમાં નાના બાળકોની પણ બળી ગયેલી લાશો હતી. સાડા પાંચ ફૂટનો માણસ આગમાં ભડથુ થયા પછી સાડા ત્રણ ફૂટનો થઈ ગયેલી લાશો હતી. કોઈ

લાશોમાં કુણી નીચેના હાથ ન હતાં તો કોઈ લાશોમાં ઘૂંટણ નીચેના પગ ન હતાં. લાશ ઉંચકતા માસના લોચા નીચે પડતા. ફાયર બ્રિગેડમાં નોકરી કરવા દરમિયાન લાશો તો ઘણી જગ્‍યાએ કાઢી છે, પરંતુ આજના સર્ચ ઓપરેશનની એકેએક ક્ષણ અમારી માટે દીલધડક અને રૂંવાટા ઉભી કરી દેવાની હતી. પ્‍લેનમાં ફોર્મની શીટો હતી. આગમાં સળગ્‍યા પછી ફોર્મની શીટો અને માણસની બોડી બન્ને એક સરખા રંગ અને આકારની થઈ ગઈ હતી. જેથી ડેડબોડી શોધવાનુ કામ મુશ્‍કેલ ભર્યું હતું. સર્ચ ઓપરેશન પૂર્ણ કરીને રાતે વડોદરા ફાયર બિગેડની ટીમ અમદાવાદથી વડોદરા પરત આવવા નીકળી ગઈ હતી.

(10:25 AM IST)