તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 13th June 2025
દેશભરમાં માતમઃ ૨૬૫ મૃતદેહો હોસ્પીટલમાં: DNA સેમ્પલિંગ શરૂ
રેસ્કયુ ઓપરેશન પુરૂઃ વિમાનનું બ્લેક બોકસ મળ્યું :નાગરિક ઉડયન મંત્રાલયે પણ વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરીઃ ૨૬૮ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાયું: ત્રણ મૃતદેહો શોધાયાઃ કરૂણ દ્રશ્યો

અમદાવાદ, તા.૧૩: ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધો છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ખૂબ જ ખતરનાક રીતે ક્રેશ થયું. આ જીવલેણ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૬૫ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જે બિલ્ડિંગમાં વિમાન ક્રેશ થયું હતું ત્યાં બપોરનું ભોજન કરી રહ્યા હતા, તેઓ પણ અકસ્માતનો ભોગ બન્યા. વિમાન દુર્ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક છે કે જેણે પણ તેને જોયું તે ચોંકી ગયું. લોકોના મળતદેહ ઘણા ભાગોમાં વિખેરાયેલા હતા, લોકોના મળતદેહ એટલા ખરાબ રીતે બળી ગયા હતા કે તેમની ઓળખ પણ થઈ શકી ન હતી, તેથી ડીએનએ પરીક્ષણનો આશરો લેવામાં આવી રહ્યો છે. વિમાનમાં કુલ ૨૪૨ લોકો સવાર હતા, જેમાં ૨૩૦ મુસાફરો, ૧૦ ક્રૂ અને બે અનુભવી પાઇલટનો સમાવેશ થાય છે. વિમાનમાં સવાર ફક્ત એક જ મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો હતો, જે હવે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રેસ્કયુ ઓપરેશન બંધ કરાયું છે જયારે બીજી તરફ મૃતદેહોના ડીએનએ સેમ્પલીંગની કામગીરી શરૂ કરાઈ છે. દેશભરમાં આ ઘટનાને લઈ માતમ છવાયો છે. ૨૬૮ મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરાયું છે.
આ વિમાન સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં જ બીજેડી મેડિકલ કોલેજની હોસ્ટેલની ઈમારતમાં તૂટી પડ્યું હતું. જેના બાદ પ્રચંડ વિસ્ફોટ થતાં વિમાનમાં સવાર તમામ ૨૪૨ લોકો અને હોસ્ટેલ તથા કેન્ટીન તથા આજુબાજુના વિસ્તારમાં હાજર લોકો તેની લપેટમાં આવતા લગભગ ૨૬૫ લોકોના મોત નીપજ્યાં છે. આ તમામ લોકોના મળતદેહ સિવિલ હોસ્પિટલમાં લાવી દેવાયાની જાણકારી અમદાવાદ પોલીસના ડેપ્યુટી કમિશનર દેસાઈએ આપી હતી. વિમાન દુર્ઘટનામાં મળત્યુ પામેલા લોકોના મળતદેહો પરિજનોને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હોવાની જાણકારી મળી રહી છે.
અગાઉ, અકસ્માતનો ભોગ બનેલા બોઇંગ વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. હવે આ બોક્સની મદદથી, અકસ્માત પાછળનું સાચું કારણ બહાર આવશે. અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાની ઘટનાની ઔપચારિક તપાસ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એ શરૂ કરી છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સી, ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્ધારિત આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અનુસાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હવાઈ દુર્ઘટનાની તપાસ કરવા માટે ICAO ના મેન્યુઅલ શું કહે છે - અકસ્માત તપાસ સત્તામંડળને તપાસ કરવામાં સ્વતંત્રતા રહેશે અને તેના આચરણ પર અમર્યાદિત અધિકાર હશે. તપાસમાં સામાન્ય રીતે નીચેનાનો સમાવેશ થશે.
a) અકસ્માત અથવા ઘટના અંગેની તમામ સંબંધિત માહિતી એકત્રિત કરવી, રેકોર્ડ કરવી અને વિશ્લેષણ કરવું; b) ચોક્કસ અકસ્માત અને ઘટના તપાસ રેકોર્ડ સુરક્ષિત કરવા c) જ્યાં શકય હોય ત્યાં, અકસ્માત સ્થળની મુલાકાત લેવી, કાટમાળની તપાસ કરવી અને સાક્ષીઓના નિવેદનો લેવા.
ગુરુવારે બપોરે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાન મેઘનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. લંડન-ગેટવિક જતી AI-૧૭૧ ફ્લાઇટમાં ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ સભ્યો હતા, જેમાં ૧૬૯ ભારતીયો, ૫૩ બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. એર ઈન્ડિયાએ પુષ્ટિ આપી છે કે આ અકસ્માતમાં ૨૪૧ લોકોના મોત થયા છે, જ્યારે સીટ ૧૧A પર બેઠેલા ૩૮ વર્ષીય બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વકુમાર બુચરવારા ચમત્કારિક રીતે બચી ગયા છે. વિમાને બપોરે ૧:૩૮ વાગ્યે ઉડાન ભરી હતી અને એક મિનિટ પછી પાયલટે મે ડે કોલ જારી કર્યો હતો, જેના પછી સંપર્ક તૂટી ગયો હતો. વિમાન બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ સાથે અથડાયું હતું, જેમાં ૩૦-૩૫ વધુ લોકોના મોત થયા હતા. NDRFની છ ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. (રર.૮)
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
