News of Friday, 13th June 2025
લંડન જવા ઉડયા, વિમાન સાથે સપના પણ તૂટયાઃ સૌરાષ્ટ્રના ૩૧ના મોત
અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં અનેકનો ભોગ લેવાતા અરેરાટીઃ પરિવારજનો અને ગામમાં ઘેરો શોક છવાયો

રાજકોટ તા. ૧૩ :.. અમદાવાદમાં ગઇકાલે સર્જાયેલ વિમાન દુર્ઘટનાથી સૌ કોઇ હચમચી ગયા છે. આ વિમાન દુર્ઘટનામાં સૌરાષ્ટ્રના ૩૧ લોકોના મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઇ છે.
ગઇકાલે બપોરે સૌ યાંત્રિકો લંડન જવા માટે વિમાનમાં બેસ્યા હતાં. પરંતુ વિમાન તૂટતા વિમાનની સાથે તેમના સપના પણ તૂટયા હતાં.
આ દુર્ઘટનાથી પરિવારજનો અને ગામમાં ઘેરો શોક છવાઇ ગયો છે.
પ્લેનમાં સવાર સૌરાષ્ટ્રના મુસાફરોમાં સોમનાથ જિલ્લાના ૩, અમરેલીના ૪, પોરબંદર-રાજકોટના ૩, જામનગર અને જુનાગઢના ર, વ્યકિતનું મૃત્યુ થયું છે. આમ સૌરાષ્ટ્ર પ્રદેશમાં કુલ ૩૧ વ્યકિતના મોત નિપજયા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : વિમાન દુર્ઘટનામાં જામનગરના શૈલેષભાઇ પરમાર અને નેહલ પરમાર પતિ-પત્નીના મોત થયા છે.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અર્જુનભાઇ મનુભાઇ પટોળીયા-વડીયા, કાંતાબેન ધીરૂભાઇ પાઘડાળ અને નાવ્યા ચિરાગભાઇ પાઘડાળ-મુળ તોરી રામપર રિધ્ધિબેન પરસાળા-અમરેલી-રાજકોટના મોત થયા છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : ચોવટીયા રવજીભાઇ શંભુભાઇ અને તેમના પત્ની શારદાબેનના મોત થયા છે.
પોરબંદર
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર : રક્ષાબેન કિશોરભાઇ મોઢા, યશાબેન કિશન મોઢા, રૂદ્ર કિશન મોઢાના મોત થયા છે.
વેરાવળ
(દિપક કક્કડ દ્વારા) વેરાવળ : ગીર સોમનાથ જીલ્લાના રાજેશભાઇ (રાજુભાઇ) જીગલીયા અને તેમના પત્ની ભાવનાબેન, ગીરગઢડાના જરગલીના ખૂંટ નીલ અરવિંદભાઇના મોત થયા છે.
દિવ
દિવ : દિવના મુસાફરો માનવ અમૃતલાલ, (વણાકબારી), મનીષ બાબુભાઇ (બુચરવાડા), વાલુબાઇ રામભાઇ (બુચરવાડા), ફૈઝાન રફીકભાઇ (દાગચી), ચંદુ ભગવાન (દાગચી), શાંતુભાઇ બિકા (બુચરવાડા), વનિતા કાના (દાગચી), દેવજી લક્ષ્મણ (દાગીચ), રમીલા પ્રેમજી વશરામ (કુદમ) હેમાંક્ષી શાંતિલાલ (ગાંધીપરા), ગીરીશ લાલજી (ગાંધીપરા), આદિવ ગિરીશ (ગાંધીપરા), તક્ષીવ ગિરીશ (ગાંધીપરા), અજયકુમાર રમેશ (બુચરવાડા), ના મોત થયા છે. (પ-૧ર)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
