<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ઈઝરાયલી હુમલામાં બે ઇરાની જનરલ સહિત બે પરમાણુ વૈજ્ઞાનિકોના મોત

ઇરાનના લશ્કરી અધિકારીઓએ ઘણા અગ્રણી અધિકારીઓના મૃત્યુ:IRGC ચીફ ઓફ સ્ટાફ જનરલ હુસૈન સલામીના મૃત્યુની પુષ્ટિ :હુમલામાં IRGC જનરલ ગુલામ-અલી રશીદે જીવ ગુમાવ્યો : બે પરમાણુ વૈજ્ઞાનિકો ડૉ. મોહમ્મદ તેહરાંચી અને ડૉ. ફેરેયદુન અબ્બાસીનું મૃત્યુ થયું

ઈઝરાયલે ઇરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઠેર ઠેર બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા. આ હુમલામાં બે ઇરાની જનરલ પણ માર્યા ગયા હતા. ઈઝરાયલે આ હુમલાની પુષ્ટી કરતાં કહ્યું કે અમે ઈરાનમાં પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવીને હુમલા કર્યા છે. ઇરાન પરમાણુ શક્તિ બનવાના તેના મિશન પર આગળ વધી રહ્યું હતું તે દરમિયાન તેને ઇઝરાયલ તરફથી મોટો ફટકો પડ્યો છે.

ઇરાનના લશ્કરી અધિકારીઓએ ઘણા અગ્રણી અધિકારીઓના મૃત્યુની પુષ્ટિ કરી છે. IRGC ચીફ ઓફ સ્ટાફ જનરલ હુસૈન સલામીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. આ હુમલામાં IRGC જનરલ ગુલામ-અલી રશીદે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ હુમલામાં બે પરમાણુ વૈજ્ઞાનિકો ડૉ. મોહમ્મદ તેહરાંચી અને ડૉ. ફેરેયદુન અબ્બાસીનું મૃત્યુ થયું છે.

ઈરાન પરમાણુ શક્તિ બનવા માટે લાંબા સમયથી સખત મહેનત કરી રહ્યું હતું. સતત એવા અહેવાલો આવી રહ્યા હતા કે ઈરાન પરમાણુ શક્તિ બનવામાં વ્યસ્ત છે અને ઘણું કામ થઈ ગયું છે. ઇઝરાયલ શરૂઆતથી જ કહેતું આવ્યું છે કે તે ઇરાનને પરમાણુ શસ્ત્રો બનાવવા દેશે નહીં. હવે તેણે આ વાત સાચી સાબિત કરી છે અને ઇરાન પર ભારે હુમલો કર્યો છે.

(11:23 AM IST)