<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ઇઝરાયલી હુમલામાં ઈરાની આર્મી ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાઘેરીનું મોત

ઈરાને વળતા હુમલામાં છેલ્લા કેટલાક કલાકોમાં ઈઝરાયલ પર 100 થી વધુ ડ્રોન છોડ્યા: બાઘેરી ઈરાનના અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડના ભૂતપૂર્વ ટોચના કમાન્ડર

ઈઝરાયલના હુમલા બાદ ઈરાને બદલો લીધો છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ ઈરાને છેલ્લા કેટલાક કલાકોમાં ઈઝરાયલ પર 100 થી વધુ ડ્રોન છોડ્યા છે. IDF તેમને તોડી પાડવા માટે કામ કરી રહ્યું છે. ડ્રોનને ઈઝરાયલ પહોંચવામાં ઘણા કલાકો લાગશે.

પીટીઆઈએ ઈરાની સરકારી ટીવીને ટાંકીને જણાવ્યું છે કે ઇઝરાયલી હુમલામાં ઈરાની આર્મી ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાઘેરીનું મોત થયું છે. બાઘેરી ઈરાનના અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડના ભૂતપૂર્વ ટોચના કમાન્ડર છે.

ઇઝરાયલના રાષ્ટ્રપતિએ X પર લખ્યું હતું કે ઈરાની શાસન વૈશ્વિક આતંકવાદી સામ્રાજ્યનું નેતૃત્વ કરી રહ્યું છે. તે આ ક્ષેત્રમાં કટ્ટરપંથીકરણ અને અસ્થિરતા ફેલાવી રહ્યું છે. જ્યારે તે તેની લશ્કરી પરમાણુ ક્ષમતાઓ વધારવા અને તેના બેલિસ્ટિક મિસાઇલ શસ્ત્રાગારને વિસ્તૃત કરવા માટે અથાક મહેનત કરી રહ્યું છે. ઈરાની નેતાઓએ ઇઝરાયલનો નાશ કરવાના ઇરાદાને ક્યારેય છુપાવ્યો નથી. અમે પોતાનો બચાવ કરવાનો અધિકારનું પાલન કર્યું છે.

(11:23 AM IST)