News of Friday, 13th June 2025
અશુભ ગણાતો જ્વાળામુખી યોગ સર્જાયો અને વિમાન ભડકે બળ્યું
પડવાની તિથિએ મૂળ નક્ષત્રથી જ્વાળામુખી યોગ સર્જાય છે : જ્વાળામુખી યોગને જ્યોતિષીઓ વિનાશકારી યોગ માને છે

નવી દિલ્હી તા.૧૩: અમદાવાદમાં ગુરુવારે બપોરે બનેલી પ્લેન કેશની ઘટનાએ દેશવાસીઓને હચમચાવી નાંખ્યા છે. પ્લેન કેશના વિડીયો અને ફોટો જોનારા લોકો પૂજી ઉઠ્યા છે. ગુરુવારનો દિવસ વિમાનમાં સવાર યાત્રીઓ, હોસ્ટેલમાં રહેતા ઇન્ટર્ન્સ માટે કાળ બનીને આવ્યો હતો. કેતુ અને મંગળની સિંહ રાશિમાં યુતિ ઉપરાંત શનિ અને સૂર્યની દ્રષ્ટિથી હાલ ભારે દિવસો તો ચાલી જ રહ્યા છે પરંતુ વિમાન દુર્ઘટના સર્જાઈ ત્યારે અશુભ ગણાતા જવાળામુખી યોગનો વિનાશકારી સંયોગ પણ જોવા મળ્યો હતો. પડવાની તિથીએ આવતા મૂળ નક્ષત્રને કારણે ગુરુવારે જવાળામુખી યોગ બન્યો હતો.
બપોરે ૨.૨૮ વાગ્યે જવાળામુખી યોગ પૂરો થાય તે પહેલા જ અમદાવાદની વિમાન દુર્ઘટનામાં યાત્રીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. આ ઉપરાંત દેવગ્રહ ગુરૂ અસ્ત થવાના બીજા જ દિવસે આ દુર્ઘટના સર્જાઈ એ પણ જાણકારો સંયોગ માની રહ્યા છે.
જ્યોતિષ શાષામાં ગ્રહ-નક્ષત્રોની ચાલ ઉપરાંત મંગળ કાર્યો માટે શુભ અને અશુભયોગને અલગ તારવવામાં આવ્યા છે. કહેવાય છે કે ગ્રહ, નક્ષત્ર અને તિથીના આધારે શુભ-અશુભયોગનું નિર્માણ થાય છે. તેમાં અશુભ પૌગ પૈકીન એક અને સૌથી ખતરનાક ગણાતો એવો જવાળામુખી યોગ છે. જયોતિષીના જણાવ્યા મુજબ, બુધવારે રાત્રીએ ૮.૧૧ વાગ્યાથી ગુરુવારે બપોરે ૨.૨૮ વાગ્યા સુધી જવાળામુખી યોગ હતો.
કોઈ શુભ કે મંગળ કામ કરવામાં પણ આ યોગનો પડછાયો પડે તો ચોક્કસ કોઈકને કોઈક મુશ્કેલી કે વિઘ્ન આવે છે. જુદી જુદી પાંચ સ્થિતિમાં જ્વાળામુખી યોગ બને છે. પડવાની તિથીએ મૂળ નક્ષત્ર, પાંચમની તિથીએ ભરણી નક્ષત્ર, આઠમની તિથીએ કળતિકા નક્ષત્ર, નવમી તિથીએ રોહિણી નથત્ર, દશમીએ આશ્લેષા નક્ષત્ર હોય તો જવાળામુખી યોગ બને છે. આમ, જવાળામુખી યોગમાં જ વિમાન ક્રેશ થઈ ભડકે બળ્યું હોવાનું નોંધાયું છે. જ્વાળામુખી યોગના લીધે કાર્યોમાં મોટું વિઘ્ન આવે છે તેવું જ્યોતિષ શાષામાં માનવામાં આવે છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
