<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ઉઘડતા બજારે : વૈશ્વિક માર્કેટના સંકેતને પગલે શેરબજારમાં ગાબડું :ક્રૂડ-શિપિંગ શેરમાં ઉછાળો

કેપીટલ ગુડ્સ , ઓટો અને NBFCમાં સૌથી વધુ વેચવાલી : સંરક્ષણ શેરોમાં સારી ખરીદી : ડોલર સામે રૂપિયો 54 પૈસા નબળો ખુલ્યો

મુંબઈ : ઈરાન પર ઈઝરાયલના હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. ડાઉ ફ્યુચર્સ 600 પોઈન્ટથી વધુ ઘટ્યા છે. એશિયન બજારોમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. GIF નિફ્ટી 175 પોઈન્ટ ઘટ્યો છે. ગઈકાલે, ભારતીય બજારોમાં રોકડ અને ફ્યુચર્સ બંનેમાં FII દ્વારા ભારે વેચવાલી જોવા મળી હતી.

  દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બ્લોક વિન્ડોમાં એશિયન પેઇન્ટ્સના 3.5 કરોડ શેર વેચ્યા હતા. સોદાનું મૂલ્ય રૂ. 7,700 કરોડ છે. SBI મ્યુચ્યુઅલ ફંડે RIL પાસેથી બધા શેર ખરીદ્યા છે. .

કાચા તેલના ભાવમાં 7.5%નો વધારો થયો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $75 ની નજીક પહોંચી ગયો છે. સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા. યુએસ ડોલર ઇન્ડેક્સ ફરીથી 98 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ડાઉ ફ્યુચર્સ 600 પોઈન્ટ સુધી ઘટ્યો છે

   વૈશ્વિક તણાવ વચ્ચે, આજે ભારતીય બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ 965.71પોઈન્ટ એટલે કે 1.16 ટકાના ઘટાડા સાથે 80,743.12 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 298.70 પોઈન્ટ એટલે કે 1.21 ટકાના ઘટાડા સાથે 24,550ની નીચે  ટ્રેડ કરી રહ્યો છે

  ડોલર સામે રૂપિયામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોલર સામે રૂપિયો 54 પૈસા નબળો ખુલ્યો. ડોલર સામે રૂપિયો 86.14 પર ખુલ્યો જ્યારે ગુરુવારે રૂપિયો 85.60 પર બંધ થયો

કેપીટલ ગુડ્સ , ઓટો અને NBFCમાં સૌથી વધુ વેચવાલી જોઈ રહ્યા છે. ચારેય સૂચકાંકોમાં એકથી દોઢ ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ, સંરક્ષણ શેરોમાં સારી ખરીદી જોવા મળી. સૂચકાંકમાં એક ટકાથી વધુનો વધારો થયો. BDL અને HAL દોઢ ટકાથી વધુનો વધારો થયો.

ક્રૂડ ઓઇલ 75 ને વટાવી જતાં OMCs માં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. BPCL અને HPCL 3 થી 4 ટકા ઘટ્યા. GAIL, IGL અને MGL પણ દબાણ હેઠળ હતા. 

શીપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SCI) અને GE શિપિંગ લિમિટેડના શેર 13 જૂન, શુક્રવારના રોજ અનુક્રમે 10% અને 5% વધ્યા. જે નબળા બજાર વલણથી અલગ છે. આ શેરો આજે નિફ્ટી 500 ઇન્ડેક્સમાં ટોચના અને ટોચના લાભકર્તાઓમાંના એક છે. 

(11:55 AM IST)